ગરીબ મજદૂર રાતોરાત કરોડપતિ કેવી રીતે બની ગયો ? જાણો રસપ્રદ ઘટના

ગરીબ મજદૂર રાતોરાત કરોડપતિ કેવી રીતે બની ગયો ? જાણો રસપ્રદ ઘટના

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પશ્ચિમ બંગાળની પુર્વ બર્દવાનમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. મંગલકોટના ખુરતુબાપુર ગામે રહેતો ભાસ્કર માજી બીજાના ખેતરોમાં કામ કરતો હતો અને બકરીયો પાળીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા દશ વર્ષથી લોટરી ખરીદતો હતો. ગત રવિવારના રોજ તેણે 40 રુપિયા ઉધાર લઈને લોટરી ખરીદી હતી અને બપોર પછી તે કરોડપતિ બની ગયો હતો.

લોટરીની ટિકિટ વેચનારે કહ્યુ કે રવિવારના રોજ 1.20 કલાકે ખબર પડી કે 1 કરોડની લોટરી ગામના ભાસ્કર માઝીએ જીતી છે. તે છેલ્લા 10 વર્ષોથી લોટરીની ટિકિટ ખરીદતા હતા. તેમણે આનંદ સાથે કહ્યુ કે આ ગરીબ મજુર તેમની દુકાનમાથી ટિકિય ખરીદી કરોડપતિ બની ગયો છે. 

એક કરોડની લોટરી જીત્યા પછી ભાસ્કર માજીને પુછતા તેમણે કહ્યુ કે તેમનુ ઘર માટીનું છે અને તેમાં ચોમાસામાં પાણી અંદર પડે છે. આ પૈસાથી તેઓ ઘર બનાવશે તથા દિકરીઓના લગ્ન માટે લીધેલા પૈસાનું દેવુ ચુકવશે. તેમજ જમીન પણ ખરીદશે.