હું જ હસતો હોઉં મારા ખ્યાલ પર

હું જ હસતો હોઉં મારા ખ્યાલ પર

Mnf network : ‘ભાઈ, હસવું બસ. જ્યારે ક્લેશનો કોઈ ઉપાય ન જડે ત્યારે બધું હસી કાઢવું.’ રમેશ પારેખે ‘બાપુએ કહ્યું’ કાવ્યમાં આ પંક્તિઓ ગાંધીજીના મોઢે મૂકી છે. દર્દનો સામનો બે રીતે થઈ શકે : રડીને અથવા સ્વીકારીને. રોદણાં સહાનુભૂતિ તરફ લઈ જઈ શકે, સમાધાન તરફ નહીં. જમિયત પંડ્યા દર્શનલક્ષી અભિગમ સમજાવે છે...

કેટલીક વ્યક્તિગત હોય તો કેટલીક સામૂહિક હોય. મુંબઈ જેવા મેટ્રો શહેરમાં માતૃભાષાના પ્રસાર અને સાહિત્યના સંવર્ધનનું કામ એકલદોકલ નહીં પણ સહિયારા પ્રયાસોથી જ રંગ લાવી શકે. ગુજરાતી અખબારો વાંચનારી પેઢીની સરાસરી ઉંમરની કલ્પના કરો તો ભવિષ્ય વિશે ચિંતા થાય. ગુજરાતી નાટકોના પ્રયોગોમાં અંદાજે ૩૦થી ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. સાહિત્યિક સામયિકોની વાત છેડીશું તો છોલાઈ જઈશું. સરકારે આઝાદીનાં સો વર્ષ થાય ત્યારે વિકસિત દેશ બનવાનું લક્ષ્‍ય સામે મૂક્યું છે. 

ગુજરાતી ભાષા આર્થિક ઉપાર્જનમાં ખપમાં આવે તો જ ટકી શકે. ઈકૉનૉમિક્સ સામે આદર્શો લાંબું ટકી શકતા નથી. બોલાતી ભાષા જલદી ભૂંસાતી નથી, પણ લખાતી અને વંચાતી ભાષાને ટકવામાં મુશ્કેલી પડવાની. શરીરના સ્વાસ્થ્ય માટે આપણે તબીબોની સૂચના પ્રમાણે પરેજી પાળીએ છીએ. એ જ રીતે માતૃભાષાના સ્વાસ્થ્ય માટે પણ નિષ્ણાતોનાં મંતવ્યો વિશે વિચારવું જોઈએ. બકુલેશ દેસાઈ એવી અવસ્થાનો નિર્દેશ કરે છે 

કરચલી અનુભવની કમાણી છે. વૃદ્ધાવસ્થામાં પણ જે સક્રિય હોય છે એનું સ્વાસ્થ્ય પ્રમાણમાં સારું રહે છે. વિવિધ રોગોના માલિક ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવ હોદ્દો ગ્રહણ કર્યા પછી કામકાજની ઉપાધિમાં એવા તન્મય થઈ ગયા કે શારીરિક વ્યાધિઓ ભુલાઈ ગઈ. વિશ્વભરમાં ભારતની આર્થિક સ્થિતિ નાજુક હતી અને હૂંડિયામણ ગરીબડું થઈને તળિયે બેસી ગયું હતું એવા સમયમાં તેમણે અને મનમોહન સિંહે ક્રાંતિકારી આર્થિક સુધારાઓ શરૂ કર્યા. ખાલી તિજોરીએ મક્કમ રાજ ચલાવવું અઘરું હોય છે. ગની દહીંવાળા મુલાયમ પરીક્ષાની વાત કરે છે...

તાજેતરમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કૅનેડિયન નાગરિકત્વ ધરાવતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના ખૂન બાબતે ભારત પર આરોપ મૂક્યો. જે શાસકમાં વાણિયાગિરી ન હોય તે જ આવાં બેતુકા બયાનો કરી શકે.