બોબીએ એનિમલ ફિલ્મ અંગે કહ્યું, વાયોલન્સ સિન વધારે રાખવાનું એક કારણ હતું

બોબીએ એનિમલ ફિલ્મ અંગે કહ્યું, વાયોલન્સ સિન વધારે રાખવાનું એક કારણ હતું

મારો રોલ વિલનનો હશે એ વિચાર્યું ન હતું

દાદાને આત્મહત્યા કરતા જોઈ સ્તબ્ધ બની જાય છે

બદલા પાછળની કહાની છે પણ ડ્રામા વધારે છે

Mnf network: બોલિવૂડ ફિલ્મ એનિમલને લઈને અનેક પ્રકારની વાત સામે આવી ચૂકી છે. રણબીરની એક્ટિંગથી લઈને બોબીની એન્ટ્રી સુધી દરેક મુદ્દાની જોરશોરથી બોલિવૂડમાં ચર્ચા છે. પણ સૌથી વધારે વાતો ફિલ્મમાં જે હિંસા દેખાડવામાં આવી છે એને લઈને થઈ રહી છે.

હવે આ પાછળનું કારણ ફિલ્મના વિલને સ્પષ્ટ કર્યું છે. શા માટે આટલા હિંસક સીન દેખાડવામાં આવ્યા છે?જોકે, સંદીપ રેડ્ડી વાંગાનો ફ્લેવર જ થોડો હિંસક રહ્યો છે. આ પહેલા કબીરસિંહમાં પણ લોહીના ફૂવારા ઉડતા દ્રશ્યો સ્ક્રિન પર પ્લે કર્યા હતા. જોકે, બોબીએ આ અંગેની ચોખવટ કરીને ફેન્સને ચોંકાવ્યા છે

પોતાની બેસ્ટ એક્ટિંગથી જેને ફેન્સ સેલ્યુંટ કરે છે એવા વિલન બોબી દેઓલ આ ફિલ્મમાં એક પણ ડાયલોગ બોલતો નથી. પણ એની એક્ટિંગ જોરદાર રહી છે. ભલે થોડા સમય માટે એને સ્ક્રિન પ્લે મળ્યો પણ રણબીરની સાથે બોબીની દમદાર એક્ટિંગ લોકોને ગમી રહી છે. આ માટે બોબીએ પણ પોતાના ફેન્સને થેંક્યું કહ્યું હતું. એક્શન સીનને લઈને બોબીએ સ્પષ્ટતા કરી હતી કે, તે પોતાના દાદાની મોતનો બદલો લેવા માટે પગલાં ભરે છે. એ રણબીરનો કી રોલ છે. આ માટે તે ગમે તે હદ સુધી જાય છે. એ પોતાના પરિવાર માટે મરી પણ શકે છે અને મારી પણ શકે છે. 

દરેક પાત્રમાં એક જાનવર વૃતિ દેખાડવામાં આવી છે. બોબીએ ઉમેર્યું કે, કોઈને કોઈ સીનમાં ફિલ્મનું દરેક પાત્ર કોઈ જાનવરવૃતિને ફોલો કરી રહ્યું છે. તેથી તે જાનવર જેવું બિહેવ કરી રહ્યા છે. એટલે કોઈ એક પાત્રને આખી ફિલ્મમાં ચોક્કસ સમય સુધી ઓબ્ઝર્વ કરવામાં આવે તો ઈન્સાન કરતા જાનવર વધારે દેખાશે.