ધારીનાં ગોવિંદપુર ગામે કુવામાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત

ધારીનાં ગોવિંદપુર ગામે કુવામાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત

Mnf network:  ધારીનાં ગોવિંદપુર ખાતે કુવામાં ધુબાકા મારતા યુવકનું ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત થયું હતું.ધારી તાલુકાના ગોવિંદપુર ગામે રહેતા અને મુળ મઘ્યપ્રદેશના વતની ગુલસીંહ જુગાડીયાભાઇ નરગાવે  બપોરના આશરે સાડા બારેક વાગ્યે ગોવિંદપુર ગામે આવેલ નવનીતભાઇ સોજીત્રાની વાડીએ આવેલ કુવામાં ન્હાતા હતા તે દરમ્યાન ગુલસીંહ જુગાડીયાભાઇ નરગાવેનો દિકરો રીતેશ કુવાની પાળ ઉપરથી કુવાના પાણીમાં ધુબાકા મારતો હોય ત્યારે કુવાની અંદર રહેલ ઇલેકટ્રીક મોટરની લાઇન તથા કેબલની અંદર રીતેશ (ઉ.વ.18) ફસાઇ જતા કુવાના પાણીમાં આ રીતેશભાઇ ગુલસીંહ નરગાવેનું ડુબી જતા મોત થયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.