સુરત : જો જંત્રી દર વધશે તો વેસુ- ભરથાણા, વી આઇ પી રોડ પર ફ્લેટ મોંઘા થશે
શહેરમાં જંત્રીના ડબલ ડોઝ બાદ ત્રીજા ડોઝની તૈયારીઓ શરૂ. VIP રોડ, ભરથાણા, ખજોદ, ડુમસમાં જંત્રી વધશે અને કોટ વિસ્તારમાં ઘટશે.
અડાજણ પાટિયામાં પણ દર વધી શકે છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આગામી સમયમાં શહેરમાં જંત્રીનો વૈજ્ઞાનિક ઢબે સરવે થયા બાદ અનેક વિસ્તારમાં દર વધી શકે એવી શક્યતા દેખાઈ રહી છે.ખાસ કરીને ખજોદ પટ્ટીથી લઇને ડુમસ દરિયાઈ સીમા સુધીમાં જંત્રી વધી શકે છે. આ ઉપરાંત અડાજણ પાટિયા વિસ્તારમાં પણ દર વધી શકે છે
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ અનુસાર, ખજોદ, પિપલોદ, સુલતાનાબાદ, વેસુ, વીઆઇપી રોડ અને આઉટર રિંગરોડને પડતા ગામો કે જ્યાં હજી વિઘા માં ભાવ ચાલે છે વારમાં બદલાયા નથી એવા મોટાભાગના એરિયામાં જંત્રી વધશે, કેટલાંક વિસ્તારમાં 10થી 15 ટકા સુધી પણ વધી શકે છે.
જોકે જે વિસ્તારોમાં જંત્રી નો દર વધારવામાં આવશે તે વિસ્તારોમાં ફ્લેટની કિંમતમાં પણ વધારો થઈ શકે છે સામાન્ય કિંમતના ફ્લેટ ના ભાવમાં પણ અનેક ગણો ઉછાળો આવી શકે છે.