ગુજરાતનું ગૌરવ : ' મન કી બાત ક્વિઝ કોમ્પિટિશન ' માં ભાજપના નેતા કેશુભાઈ પટેલ બન્યા ટોપ ટેન લકી વિજેતા

ગુજરાતનું ગૌરવ : ' મન કી બાત ક્વિઝ કોમ્પિટિશન ' માં ભાજપના નેતા કેશુભાઈ પટેલ બન્યા ટોપ ટેન લકી વિજેતા
તસવીરમાં ડાબી બાજુ કેશુભાઈ પટેલ નજરે પડે છે.

મન કી બાત ક્વિઝ કોમ્પિટિશન ના ટોપ ટેન વિજેતાઓ જાહેર

ફેબ્રુઆરી મહિનાના 110 માં એપિસોડના ટોપ ટેન વિજેતાઓમાં મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામના કેશુભાઈ પટેલનો થયો સમાવેશ

કેશુભાઈ પટેલ હાલમાં મહેસાણા જિલ્લા લોકસભા કાર્યાલયના છે ઇન્ચાર્જ

હાલમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન પદે પણ તેઓ સેવાઓ આપે છે

આ ઉપરાંત તેઓ મહેસાણા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ તરીકે પણ પદભાર સંભાળી ચૂક્યા છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ કરવામાં આવતો હોય છે જેમાં દેશના વિવિધ ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરનારા લોકો ને વડાપ્રધાન દ્વારા સતત પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. જોકે મન કી બાત કાર્યક્રમને લઈને ક્વિઝ કોમ્પિટિશન પણ યોજાય છે. જેમાં સમગ્ર દેશમાંથી લોકો ભાગ લેતા હોય છે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમના 110 માં એપિસોડના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ 10 લકી વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામના કેશુભાઈ પટેલ વિજેતા બન્યા છે. જે ખરેખર સમગ્ર મહેસાણા જિલ્લા માટે તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગર્વની બાબત કહી શકાય.

અત્રે નોંધનીય છે કે કેશુભાઈ પટેલ વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે.મહેસાણા જિલ્લામાં તેમણે ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર પ્રશંસનીય કામગીરી કરી છે. એટલું જ નહીં આજે પણ તેઓ પક્ષમાં પોતાની સેવાકીય ભૂમિકા અદા કરી રહ્યા છે અને સાથે સાથે સામાજિક કાર્યો પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.