સુરત : હોળી ના તહેવાર ને લઈ એસ. ટી.વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે, જાણો રૂટ અને ભાડું
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત એસ.ટી.વિભાગ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા,દાહોદ અને અમદાવાદ ના મુસાફરો હોળીનો તહેવાર પોતાના માદરે વતન જઇ પોતાના પરિવાર સાથે ઉજવી શકે તે માટે તા.૨૦.૦૩.૨૦૨૪ થી તા.૨૩.૦૩.૨૦૨૪ સુધી સાંજે ૧૬.૦૦ કલાકથી ટ્રાફિક પૂર્ણ થાય ત્યાં સુધી ૫૫૦ બસ દ્વારા એક્સ્ટ્રા સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને સદર એક્સ્ટ્રા સંચાલનમાં નીચે જણાવ્યા મુજબનુ ભાંડુ વસુલ કરવામાં આવશે. અને સદર સંચાલન નીચે જણાવેલ સ્થળેથી કરવામાં આવશે.
• સુરત સેંટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ મેદાન ખાતેથી
• રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી
સ્થળ અને કુલ ભાડુ નીચે મુજબ છે.....
1 અમદાવાદ (બાયપાસ વડોદરા ડાયરેક્ટ અમદાવાદ) .......(₹ ૨૮૦ )
2 દાહોદ .......... .(₹ ૩૦૫)
3 ઝાલોદ ...........(₹ ૩૧૦)
4 ગોધરા...... .....(₹ ૨૭૦)
5 લુણાવાડા ......(₹ ૨૮૫)
6 કવાંટ........... (₹ ૨૬૫)
7 છોટાઉદેપુર ...(₹ ૨૭૫)
8 ઓલપાડ દાહોદ ....(₹ ૩૧૫)
9 ઓલપાડ ઝાલોદ .....(₹ ૩૨૦)