PM મોદીના વતન વડનગરની થશે કાયાપલટ : પૂર્વ CM વિજય રૂપાણીએ કરી હતી જાહેરાત

PM મોદીના વતન વડનગરની થશે કાયાપલટ : પૂર્વ CM વિજય રૂપાણીએ કરી હતી જાહેરાત

પૂર્વ ધારાસભ્ય સ્વ ડો. આશાબેન પટેલ ની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડનગરને વિકસાવવાની કરી હતી જાહેરાત.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સમગ્ર વિશ્વમાં ભારતને ખ્યાતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ તેમની જન્મભૂમિ વડનગરનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે હવે વડનગરની કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર પીએમ મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. તેના પરિણામો આવનારા દિવસોમાં માત્ર વડનગરને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. તત્કાલીન ધારાસભ્ય સ્વ. ડો. આશાબેન પટેલની હાજરીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વડનગરમાં એક કાર્યક્રમ દરમિયાન વડનગરને વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી

જ્યારથી મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ નગર ચર્ચામાં છે. એમાં પણ વડાપ્રધાન થયા બાદ તો આ શહેરની ઓળખ દેશની સરહદો પણ વટાવી ગઇ. આજે પણ જ્યારે મોદી વિકાસની વાતો કરે ત્યારે વિરોધીઓ પહેલો સવાલ કરે છે કે મોદીએ તેમના વતન વડનગરમાં શું વિકાસ કર્યો છે? આવા જ સવાલના સાચો જવાબ મેળવવાનો આ એક પ્રયાસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડનગરમાં એક કાર્યક્રમમાં વડનગરને વિકસાવવાની જાહેરાત કરી હતી.

2700 વર્ષ જૂનું વડનગર દેશનું પ્રથમ ઇન્સ્પિરેશનલ ડેસ્ટિનેશન વિલેજ બનવા માટે તૈયાર છે. અમદાવાદથી 110 કિલોમીટર દૂર 27 હજારની વસ્તી ધરાવતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરને પ્રવાસન વિભાગ દેશનું પ્રસિદ્ધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પોઇન્ટ બનાવી રહ્યું છે.

હાલ 60થી 70 ટકા સુધી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણી પહેલાં તમામ કામ પૂરાં થઈ જશે. પ્રવાસીઓ રેલવે સ્ટેશનથી ઉતરીને પાથ-વે પરથી સીધા અંબાજી કોઠા તળાવ, લટેરી વાવ, કીર્તિ તોરણ, થીમ પાર્ક, શર્મિષ્ઠા તળાવ, આર્ટ ગેલેરી, બૌદ્ધ મોનેસ્ટ્રી, અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર વગેરેની મુલાકાત લઈ શકશે. વિવિધ પાથ-વેની બાજુમાં ફૂડ સ્ટોલ્સ તો ધ્યાન માટે મેડિટેશન સેન્ટર બની રહ્યાં છે.