ઊંઝા : PM મોદીના વતનમાં જ ભાજપ માટે ખતરો, કાર્યકરોમાં છૂપી નારાજગી
ઊંઝા સીટ પર ભાજપનો નવો અખતરો
રાજકીય રીતે બિન ચર્ચાસ્પદ ચહેરાને મેદાનમાં ઉતાર્યો
કાર્યકરોમાં છૂપી નારાજગી
અનેક સક્ષમ દિગજજો કપાયા
નવો ઉમેદવાર ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બિલકુલ અપરિચિત ચહેરો
ઉમેદવાર જાહેર થયા બાદ પણ કોઈ આનંદનો માહોલ ન જોવા મળ્યો.
2017 ની ઘટનાનુ પુનરાવર્તન થવાની ભીતિ
વિધાનસભાની ચૂંટણીમાં ' કમળ ' નહિ ઉમેદવાર મહત્વનો હોય છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝા વિધાનસભા સીટ પર ભાજપે આ વખતે એક નવો અખતરો કર્યો છે .જેમાં સેન્સ પ્રક્રિયામાં ભાગ લેનાર 50થી વધુ મુરતિયાઓને અવગણીને એક એવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે કે જે ચહેરા વિશે ખુદ કાર્યકરો પણ અજાણ હોવાનું મનાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ઊંઝા વિધાનસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર પણ આવે છે. ત્યારે પ્રધાનમંત્રી ના વતનમાં કરેલો ભાજપનો આ અખતરો ચૂંટણીમાં ભાજપ માટે સૌથી મોટો ખતરો સાબિત થાય તો નવાઈ નહીં !
ઊંઝા વિધાનસભા સીટ પર ભાજપે અનેક દિગજજોને સાઈડ લાઈન કરીને સંઘના જુના કાર્યકરને ટિકિટ આપી છે જેને લઈને શરૂઆતથી જ કાર્યકરોમાં નિરસ્તા જોવા મળી હતી. કારણ કે ઉમેદવારનું નામ જાહેર થતા સ્વાભાવિક રીતે ઊંઝામાં ફટાકડા ફૂટતા હોય છે અને આતશબાજી સાથે આનંદનો માહોલ જોવા મળતો હોય છે .પરંતુ ગઈકાલે ઉમેદવારનું નામ જાહેર થયું ત્યાર પછી પણ કોઈપણ પ્રકારના આવા દ્રશ્યો જોવા મળ્યા ન હતા. એટલું જ નહીં કાર્યકરો પણ માત્ર ગણ્યા ગાંઠ્યા જ જોવા મળ્યા હતા જે વાત પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક કાર્ય કરવામાં છૂપી નારાજગી હોવાનું ચર્ચા રહ્યું છે.
જોકે ઊંઝા ને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ભાજપની માનસિક સ્થિતિ એવી રહી છે કે ઊંઝા સીટ એ ભાજપ ની મજબૂત સીટ માનવામાં આવે છે.પરંતુ છેલ્લા 5 વર્ષથી ઊંઝા સીટ પર સમીકરણો સંપૂર્ણપણે બદલાયા છે.કારણ કે 2017 ની ચૂંટણીમાં ભાજપનો ગઢ માનવામાં આવતી આ ઊંઝા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ડો.આશાબેન પટેલ નો ભવ્ય વિજય થયો હતો અને ભાજપના નારાયણભાઈ લલ્લુદાસ પટેલને હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો.જે હાર પાછળનું કારણ કાર્યકરોની નારાજગી હતી. ત્યારે આ વખતે પણ ભાજપે એક એવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે જે રાજકીય રીતે અપરિચિત હોવાનું મનાય છે. કારણ કે ભાજપના કોઈપણ કાર્યક્રમમાં આ ચહેરો ક્યારે પણ જોવા મળ્યો નથી. ત્યારે 2022 ની ચૂંટણીમાં પણ કદાચ ઊંઝા સીટ પર 2017 ની ઘટનાનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં !