વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના પ્રાંગણ માં શ્રીરામોત્સવ નું આયોજન
Mnf network : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં શ્રીરામોત્સવની ઉજવણી ૧૬/૦૧/૨૦૨૪ થી ૨૨/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવી છે. જે અંતર્ગત ૧૬ જાન્યુઆરી એ પારંપરિક ગરબા , ૧૭ જાન્યુઆરી એ શાસ્ત્રીય નૃત્ય, ૧૮ જાન્યુઆરી એ નૃત્ય નાટિકા, ૧૯ જાન્યુઆરી એ જનજાતિ નૃત્ય, ૨૦ જાન્યુઆરી એ પ્રખ્યાત ગાયક કલાકાર હાર્દિક દવે ની સંગીત સંધ્યા અને ૨૧ જાન્યુઆરી એ ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા ગીતાબેન રબારી ના લોકડાયરાનું અને બાદમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અલગ અલગ કાર્યક્રમ સાંજે ૭ થી ૧૦:૩૦ સુધી યોજાશે. જ્યારે ૨૨ જાન્યુઆરીના દિવસે રામરથયાત્રા અને પ્રાણપ્રતિષ્ઠા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રામોત્સવમાં તૈયાર કરવામાં આવેલ શ્રી રામ મંદિર અનેભગવાન શ્રી રામ ની ૮૦ ફૂટ X ૫૦ ફૂટ ઊંચી પ્રતિકૃતિ (સેલ્ફી પોઈન્ટ સાથે) , રામસેતુ, શ્રી હનુમાનજી ની પ્રતિકૃતિ, શ્રી રામ જન્મભૂમિના સંઘર્ષનો સચિત્ર ઈતિહાસ ખાસ આકર્ષણનો કેન્દ્ર બનશે. આ સાથે દરરોજ ચાલનારા શ્રી રામયજ્ઞમાં સ્વયં આહૂતિ આપવાનો અમૂલ્ય અવસર પણ લોકોને મળશે. આ ઉપરાંત પારંપારિક તેમજ અસલ સુરતી અવનવી વાનગીઓની લિજજત માણવા માટે ફૂડ સ્ટોલની સાથે બુક સ્ટોલ મળીને ૫૦ થી વધુ સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે.