સુરત : હર્ષ સંઘવી કહે છે, "ચૂંટણી એ વ્યક્તિ નહિ બલ્કે વિચારોની લડાઈ " : ત્રણ V નું જાણો મહત્વ
હર્ષ સંઘવી ભાજપના યુથ આઇકોન યુવા નેતા
ગૃહ મંત્રી તરીકે કરી પ્રસંશનીય કામગીરી
ઝડપી નિર્ણયો લેવામાં છે માહિર
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ શિયાળાની ઠંડીની સાથે સાથે બરાબર જામી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતના વિશ્વાસ ને વધારે મજબૂત બનાવવા માટે પોતપોતાની રીતે કામગીરીમાં પ્રવૃત્ત બન્યા છે. ત્યારે સુરતમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે કાંટે કી ટક્કર છે. જો કે સમગ્ર ગુજરાતમાં આ વખતે ત્રિકોણીયો જંગ જામવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક એવા પણ ઉમેદવારો છે જેમને પોતાના હરીફની સહેજ પણ ચિંતા નથી કારણ કે તેમણે પોતાના ધારાસભ્ય તરીકે ના કાર્યકાળ દરમિયાન પ્રજાહિતના કરેલા કાર્યો જ તેમની સાચી ઓળખ બન્યા છે અને લોકોના વિશ્વાસમાં ખરા ઉતર્યા છે.
સુરતના મજુરાના ધારાસભ્ય અને ગૃહ મંત્રી એવા હર્ષ સંઘવીના કાર્યાલયની મુલાકાત લેતા જ એવું લાગે કે આ ઉમેદવાર ની જીત અત્યારથી જ નક્કી છે કારણકે કાર્યાલય નો માહોલ એ ઉમેદવારની જીતની ગેરંટી આપી જાય છે. હર્ષ સંઘવીના કાર્યાલય પર મજુરા વિધાનસભાના કાર્યકરોના સવારથી જ ટોળે ટોળા ઉમટેલા જોવા મળે છે એટલું જ નહીં પરંતુ હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારમાં જે કાર્ય કર્યા છે એને કારણે તેમણે ચૂંટણી દરમિયાન વધારે પ્રચાર પ્રસારની જરૂર પડતી નથી કારણ કે તેઓ સતત લોકોની વચ્ચે રહ્યા છે અને પોતાના વિસ્તારના સામાન્ય માં સામાન્ય વ્યક્તિના કામ પણ તેમણે સરળતાથી કર્યા છે એટલા માટે અહીંયા કાર્યકરોને બોલાવવા પડતા નથી પરંતુ આ વિસ્તારના મતદારો સામેથી જ કાર્યકર બનીને હર્ષ સંઘવીના પ્રચારમાં વ્યસ્ત રહેતા હોય છે
જોકે કોરોના કાળ દરમિયાન રાતોરાત 1000 બેડ ની હોસ્પિટલ નું નિર્માણ કરનાર હર્ષ સંઘવી ખૂબ જ શક્તિશાળી અને સામર્થ્યવાન યુવાનેતા માનવામાં આવે છે ચૂંટણી ની વ્યાખ્યા જો તેમના શબ્દોમાં સમજીએ તો તેઓ એવું માને છે કે ચૂંટણીમાં વ્યક્તિ નહિ પરંતુ માત્ર વિચારોની જ લડાઈ હોય છે. તેઓ ત્રણ V નું મહત્વ સમજાવતા કહે છે કે, " V ફોર view (વિચારધારા), V ફોર Vision (દીર્ઘદ્રષ્ટિ) અને V ફોર Victory."