ગૃહમંત્રી હર્ષ સંઘવીના આ નિર્ણયથી પાકિસ્તાનને લાગ્યો છે મોટો આંચકો, જાણીને તમે પણ કરશો પ્રસંશા

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આ નિર્ણયથી પાકિસ્તાનને લાગ્યો છે મોટો આંચકો, જાણીને તમે પણ કરશો પ્રસંશા

ગુજરાતમાં ડ્રગ્સ ના કારોબાર નો પરદાફાશ થવાથી પાકિસ્તાન ને મોટો ઝટકો.

ડ્રગ્સ ના કારોબારને ઝડપી પાડતી પોલીસની કામગીરી સામે રાજકારણ એટલે પાકિસ્તાન પ્રેમ નહીં તો બીજું શું ?

6500 કરોડ નું ડ્રગ્સ પકડાયું એ એક મજબૂત ગૃહમંત્રી ની મક્કમતા અને પોલીસની માફિયાઓ ને ખુલ્લા પાડવાની પ્રસંશનીય કામગીરી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યકાળ દરમિયાન ડ્રગ્સ ના સોદાગરો મોટાપાયે દિન પ્રતિદિન પકડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ડ્રગ્સ નો આ કારોબાર સાઇલેન્ટ મોડ પર ચાલી રહ્યો હશે પણ હર્ષ સંઘવીના ગૃહ મંત્રી બન્યા બાદ આ કારોબાર નો પરદાફાશ થઈ રહ્યો છે.

ત્યારે વિપક્ષો ડ્રગસ પકડાવવા મુદ્દે રાજકારણ કરીને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ મુદ્દે રાજકારણ કરનારા વિપક્ષોએ પણ એ વાતને જાણી લેવી જોઈએ કે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે, એનો અર્થ એ કે આ ડ્રગ્સનો કારોબાર અત્યાર સુધી મોટાપાયે ચાલતો હતો પરંતુ એક યુવા સશક્ત અને યુવાઓની પરવા કરનાર ગૃહ મંત્રી હર્ષ સંઘવીના દ્રઢ મનોબળને કારણે પોલીસ આ ડ્રગ્સ માફિયાઓને પકડવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ અનુભવતી નથી અને આવા ડ્રગ્સ નો કારોબાર ચલાવનારાઓનો પરદાફાસ કરી રહી છે. ત્યારે વિરોધ પક્ષોએ આ બાબતને રાજકીય સ્વરૂપ આપવાને બદલે ગૃહ મંત્રીની અને પોલીસની કામગીરીની પ્રશંસા કરવી જ રહી.

હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે રાજકારણને લઇ નિવેદન આપતા કહ્યું કે, 'ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. જેનાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવા દેશોને પણ ઝટકો લાગ્યો છે. કલકતામાં DRI સાથે મળીને 39 કિલો 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ કોઈ સામેથી નથી મૂકી જતું, ગુજરાત પોલીસ સાહસ સાથે ડ્રગ્સ પકડે છે એટલે પકડાય છે, ગુજરાત જ નહીં અનેક રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક પોલીસે તોડ્યું છે. ગુજરાત પોલીસ કેન્દ્રની એજન્સી સાથે મળીને કામગીરી કરી રહી છે. ગુજરાત ATS એજન્સીઓ સાથે મળી પાકિસ્તાન બોર્ડર ઉપર કામગીરી કરી રહી છે.'

વધુમાં સંઘવીએ જણાવ્યું કે, 'ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસના સાહસને બિરદાવવાની જગ્યાએ કેટલાક લોકો ગુજરાતને બદનામ કરી રહ્યાં છે. ડ્રગ્સ પકડવા મામલે રાજકારણ કરનારા લોકોની ઓળખી તેઓને સબક શિખવાડવો જોઈએ. અમે ડ્રગ્સ પકડીએ છીએ, એટલે આંકડા જરૂરથી દેખાય છે. આ આંકડા ભલે વધે પણ અમારી મુહિમ આવી જ રીતે ચાલશે. જે રાજકારણ કરે છે તેમના રાજ્યમાં તો કંઈ કરતા નથી. હું ગુજરાત પોલીસના તમામ જવાનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આગામી સમયમાં ડ્રગ્સ વિરોધી લડાઈ હજુ મજબૂતાઈથી લડીશું અને હજુ ડ્રગ્સના નેટવર્કને તોડીશું.'

ડ્રગ્સ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, 'ડ્રગ્સ જેવા મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નહીં. ડ્રગ્સની રકમ ક્યાં ઉપયોગ થાય છે એ સૌ જાણે છે. પોલીસની કામગીરી કેટલાકને પેટમાં દુ:ખે છે. પાકિસ્તાની ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારા ચેતી જાય. દિલ્હી પોલીસ સાથે ગુજરાત પોલીસે 1 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. પંજાબમાં જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ થતું હતું. આથી પંજાબ પોલીસને પંજાબમાં ચાલતા નેટવર્ક અંગે માહિતી અપાઈ.'

વધુમાં કહ્યું કે, 'ગુજરાતને બદનામ કરવાના અલગ-અલગ પ્રયત્ન કરાયા. અમે રિવોર્ડ પોલિસી અંતર્ગત ફંડ અલગથી ફાળવ્યું છે. જે કોઈ પણ ડ્રગ્સની માહિતી આપે છે તેને ઈનામ મળે છે. ગુજરાતની ટીકા કરનારાઓ રાજ્યના રિવોર્ડ પોલિસીનો અભ્યાસ માટે કાગળો મંગાવે છે. રિવોર્ડ પોલિસી માટે અન્ય રાજ્યો વિગતો મંગાવી રહ્યાં છે. ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ માટે ખોટા આંકડાઓ અને રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. દુનિયાભરના દેશોમાં ડ્રગ્સ આજે ફેશનપેટર્ન બની ગયું છે.'