સુરતની 'ગોકુલધામ' ગણાતી આ સોસાયટીએ અનોખી રીતે ભક્તિમય માહોલમાં કર્યું ગણપતિ બાપાનું વિસર્જન
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત સહિત ગુજરાત અને સમગ્ર દેશમાં ગણપતિ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સતત દસ દિવસ સુધી ગણપતિ બાપા ની આરાધના ઉપાસના સાધના કર્યા પછી દસમા દિવસે ગણપતિ બાપા નો ભારે હૈયે ભક્તો વિસર્જન કરતા હોય છે.
સુરતની ગોકુલધામ સોસાયટી ગણાતી વી.આઈ.પી.રોડ, વેસુ ભરથાણા ખાતે આવેલ સુમન ભાર્ગવ પ્રધાનમંત્રી આવાસ સોસાયટીમાં ગણપતિ મહોત્સવનું પણ ધામધૂમ પૂર્વક આયોજન થયું હતું .જેમાં સતત 10 દિવસ સુધી ગણપતિ બાપા ની આરાધના સાધના અને ઉપાસના કરવામાં આવી હતી .આ 10 દિવસ દરમિયાન ગરબા ઉત્સવ, વિવિધ રમતો, સ્પર્ધાઓ અને બાળકોને પણ મનોરંજન મળી રહે તેમ જ વડીલોને પણ એકવાર પુનઃ પોતાના બાળપણની યાદો તાજી થાય તેવી વિવિધ રમતોનું અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દસ દિવસ સુધી ગણપતિ બાપા ની ઉપાસના કરીને આજે દસમા દિવસે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે નોંધનીય છે કે જ્યારે પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનો અનુરોધ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સુમન ભાર્ગવ સોસાયટીમાં પણ આવા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા ની મૂર્તિ લાવવામાં આવી હતી અને આજે સોસાયટીમાં જ કુત્રિમ તળાવ તૈયાર કરી ગણપતિ બાપા નું સૌ ભાવિક ભક્તો દ્વારા ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું.