મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની કારમી હાર : ભાજપ સમર્થીત અશોક ચૌધરી પેનલનો ભવ્ય વિજય

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની કારમી હાર : ભાજપ સમર્થીત અશોક ચૌધરી પેનલનો ભવ્ય વિજય
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  5,800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. મહેસાણા પરિવર્તન પેનલનો 15માંથી 15 બેઠક પર વિજય થયો છે. પરિવર્તન પેનલના અશોકકુમાર ચૌધરીનો ભવ્ય વિજય થયો છે. દૂધસાગરના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરી ફાઈનલ થયા છે. પરિણામમાં તમામ બેઠકો પર પરિવર્તન પેનલનો વિજય થયો છે.
                                                                                           
અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. ત્રણ બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી સસ્પેન્ડ થયા હતા. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે. દૂધ સાગર ડેરીમાં ગત ટર્મમાં ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે. શાંત અને નિખાલસ સ્વભાવના અશોક ચૌધરીનું સમાજમાં સારુ વર્ચસ્વ છે
બેઠક મુજબ પરિણામ....કઈ બેઠક પર કોણ જીત્યું ?
(1) કડી બેઠક પર પરિવર્તન પેનલની જીત - જશીબેન દેસાઇ જીત્યા
(2) કલોલ/ગોજરીયા બેઠક પર પરિવર્તન પેનલની જીત
(3) ચાણસ્મા-બેચરાજી બેઠક પર પરિવર્તન પેનલની જીત - અમરત દેસાઇ જીત્યા
(4) પાટણ-વાગદોડ બેઠક પર પરિવર્તન પેનલની જીત - રમેશ ભાઇ રબારી જીત્યા
(5) ખેરાલુ બેઠક પર પરિવર્તન પેનલની જીત, ખેરાલુ બેઠક પર વિપુલ ચૌધરીની હાર
(6) કડી બેઠક પર પરિવર્તન પેનલની જીત
(7) કલોલ/ગોજરીયા બેઠક પર પરિવર્તન પેનલની જીત
(8) ચાણસ્મા-બેચરાજી બેઠક પર પરિવર્તન પેનલની જીત
(9) પાટણ-વાગદોડ  બેઠક પર પરિવર્તન પેનલની જીત
(10) મહેસાણા બેઠક પર પરિવર્તન પેનલની જીત
(11) માણસા બેઠક પર પરિવર્તન પેનલની જીત
(12) વિજાપુર બેઠક પર પરિવર્તન પેનલની જીત
(13) વિસનગર બેઠક પર પરિવર્તન પેનલની જીત
(14) સમી-હારીજ બેઠક પર પરિવર્તન પેનલની જીત
(15) સિદ્ધપુર બેઠક પર પરિવર્તન પેનલની જીત