ભાજપના આ નેતાએ પેજ કમિટીઓ બનાવવાનો રેકર્ડ બનાવ્યો, જાણીને ખુદ સી.આર.પાટીલ પણ પ્રશંસા કર્યા વિના નહીં રહે
ઊંઝા તાલુકા ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલે 6 બુથના 6 હજાર મતદારોને આવરી લઈ 187 પેજ કમિટી બનાવવાનો રેકર્ડ કર્યો છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ,કહોડા : ગુજરાતના નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 2022માં 182 સીટ જીતવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જોકે આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સી.આર.પાટીલ દ્વારા કાર્યકરોને પેજ કમિટી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જેને લઇ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી હોદ્દેદારો પોતાની પેજ કમિટી તૈયાર કરીને પોતાના વિસ્તારના જિલ્લા પ્રમુખ ને આપી રહ્યા છે.
ત્યારે ઊંઝા તાલુકામાં પણ હોદ્દેદારો દ્વારા પેજ કમિટી બનાવવાનું અભિયાન હાથ ધરાયું છે જેમાં ઊંઝા તાલુકા ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા પેજ પ્રમુખ કમિટીને લઈને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા અશ્વિનભાઈ પટેલ જણાવે છે કે, ઊંઝા તાલુકાના કહોડા માં 6 બુથ માંથી કુલ 187 પેજ જ કમિટી બનાવવામાં આવી છે.
જેમાં અશ્વિનભાઈ પટેલે પોતાના વતન કહોડા માં કુલ 6 બુથમાં છ હજાર મતદારો ને આવરી લઈને 187 પેજ કમિટી દ્વારા 935 પેજ કમિટી સભ્ય બનાવીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ ઉપરાંત અશ્વિનભાઈ પટેલ દ્વારા પોતાના ગામ કહોડા માં વિધવા સહાય તેમજ વ્હાલી દિકરી યોજના ને લઈને પણ સરાહનીય કામગીરી કરાઇ છે.આ ઉપરાંત પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાને લઈને પણ લોકોને સુરક્ષિત કરવાનું અભિયાન હાથ ધરાયુ છે.