ખોડલધામ નરેશે કડવા અને લેઉવા પાટીદારોને એક થવા કર્યું આહવાહન અને કહ્યું કે.........

ખોડલધામ નરેશે કડવા અને લેઉવા પાટીદારોને એક થવા કર્યું આહવાહન અને કહ્યું કે.........

મોર્નિંગ ન્યુઝ ફોકસ,પાટણ : ખોડલધામના નરેશ પટેલ આજે સંડેર ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કડવા અને લેઉવા પાટીદારોની એક સંયુક્ત બેઠકમાં બેઠકને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે જો કડવા અને લેઉવા પાટીદારો ની શક્તિ એક થાય તો તે શું ન કરી શકે ?

તેમણે જણાવ્યું હતું કે હવે કડવા અને લેઉવા પાટીદારો ને અલગ રહેવું પોસાય તેમ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા આપવા માટે જ હાથ લંબાવતો હોય છે. કડવા અને લેઉવા પાટીદાર સમાજ નો સમન્વય થાય તો અને શક્તિ બમણી થઇ શકે છે. એટલું જ નહીં પાટીદાર સમાજે હવે બાકીના તમામ સમાજને સાથે લઈને વધારે સમાજ ઉપયોગી કાર્યો કરવાનો સમય આવી ગયો છે.જોકે નરેશ પટેલ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો ખૂબ જ ગહન શબ્દ હતા. તેમણે બંને સમાજને અલગ રહેવું પોસાય તેમ નથી એમ જણાવીને ક્યાંકને ક્યાંક એવો અંગુલી નિર્દેશ કર્યો છે કે હવે કડવા અને લેઉવા પાટીદારોએ ભેગા મળીને તેની શક્તિનો પરિચય આપવાનો સમય આવી ગયો છે. જોકે નરેશ પટેલના વિધાનોને અલગ અલગ રીતે શ્રોતાઓ મૂલવી શકે છે.