ઊંઝા : જેસીસ ક્લબ દ્વારા શહેરને હરિયાળું બનાવવા અનોખો પ્રયાસ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઊંઝા : ધાર્મિક અને વેપારી નગરી ઊંઝા ને હરિયાળી બનાવવા માટે ઊંઝા જેસીસ દ્વારા નગરપાલિકાના સહયોગથી પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ જુદા જુદા વૃક્ષોનું વાવેતર ટ્રી ગાર્ડ સાથે કરવામાં આવી રહ્યું છે.
તારીખ ૨૭/૦૬/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ ઊંઝા જેસીસના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ હરિયાળું ઊંઝા - ૨ અંતર્ગત રહેણાક વાળી સોસાયટીઓ, ધંધાની જગ્યાઓ તથા સામાજીક – ધાર્મિક – શૈક્ષણિક સંસ્થાઓ માં નગરજનો સાથે મળીને માત્ર ટોકન રકમમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષો વાવવાનું જે આયોજન કરેલ હતું.
જેની શુભ શરૂઆત ઊંઝા તાલુકા પંચાયતમાં ૫૦ વૃક્ષો ની વાવણી ઊંઝાના માન. ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ, ઊંઝા નગર પાલિકા કોર્પોરેટ સદસ્ય શ્રી મણિભાઈ પટેલ (ઘી), ઊંઝા ના અગ્રગણ્ય વેપારી શ્રી વસંતભાઈ પટેલ, જેસી પ્રમુખ શ્રી અલ્કેશભાઈ પટેલ તથા જેસી મેમ્બર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
અને આ પ્રોજેક્ટ અંતર્ગત ઊંઝા નગરજનો દ્વારા બહોળો પ્રતિસાદ મળેલ છે જે પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરવા ઊંઝા જેસીસ કાર્યબદ્ધ છે એમ જેસીસ પ્રમુખ અલ્કેશભાઈ પટેલે જણાવ્યું હતું.