UGCએ બંધ કરી M.Phil ડિગ્રી, કૉલેજોને એડમિશન ના લેવાનો કર્યો અનુરોધ, વાંચો લેટેસ્ટ સમાચાર

UGCએ બંધ કરી M.Phil ડિગ્રી, કૉલેજોને એડમિશન ના લેવાનો કર્યો અનુરોધ, વાંચો લેટેસ્ટ સમાચાર

Mnf network :  યૂનિવર્સિટી ગ્રાન્ટ કમિશને મોટો નિર્ણય લેતા આજે એમ.ફિલની ડિગ્રી નાબૂદ કરી દીધી છે. હવેથી કોઈપણ કૉલેજમાં એમ.ફિલમાં પ્રવેશ મળશે નહીં. આ સંદર્ભે યૂજીસીએ કૉલેજોને નૉટિસ પાઠવી સૂચનાઓ આપી છે. કૉલેજોની સાથે UGC સેક્રેટરી મનીષ જોશીએ પણ વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ ના લેવા વિનંતી કરી છે. મતલબ કે હવેથી એમ.ફીલ કોર્સની માન્યતા બંધ કરી દેવામાં આવી છે.

યૂજીસીએ નૉટિસમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યૂનિવર્સિટીઓ એમ.ફીલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી કોર્સમાં નવેસરથી પ્રવેશ માટે આમંત્રણ આપી રહી છે. આ અંગે યૂજીસીનું કહેવું છે કે આ ડિગ્રીને માન્યતા નથી. તેથી ના તો કૉલેજોએ આ ડિગ્રી માટે પ્રવેશ માટે આમંત્રણ આપવું જોઈએ કે ના તો વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો જોઈએ.