સુરતની 17 વર્ષીય વિધિ માવાણીનો દેશભરમાં ડંકો, વેઈટ લિફ્ટિંગમાં જીત્યા ચાર ગોલ્ડ મેડલ

સુરતની 17 વર્ષીય વિધિ માવાણીનો દેશભરમાં ડંકો, વેઈટ લિફ્ટિંગમાં જીત્યા ચાર ગોલ્ડ મેડલ

Mnf network : ગુજરાતીમાં કહેવત છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને સુરતની એક કિશોરીએ સાર્થક કરી સાર્થક કરી બતાવી છે. સુરતની એક 17 વર્ષીય કિશોરીએ નેશનલ લેવલે વેઈટ લિફ્ટિંગમાં સુરતનું ગૌરવ વધારી ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે.એક મહિના અગાઉ કમરની માસ પેશી ફાટી ગઈ હતી જ્યારે ડોક્ટરે આ સ્પર્ધા માંથી હટી જવા માટે સલાહ આપવામાં આવી હતી તેમ છતાં હિંમત હાર્યા વગર વિધિ માવણીએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે.

હાલ ભારતમાંથી વિવિધ સ્પર્ધાઓમાંથી ખેલાડીઓ ઊભરીને આવી રહ્યા છે.ખાસ કરીને રમત ગમત ક્ષેત્રની વાત કરવામાં આવે તો ઓલમ્પિકમાં પણ ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો હતો.ત્યારે સુરતની ૧૭ વર્ષીય વિધિ માવાણી નામની કિશોરીએ એક વર્ષ પહેલા વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટિંગ ની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી.ધીરે ધીરે કરેલી આ શરૂઆત આજે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગઈ છે.અત્યાર સુધીમાં 25 થી પણ વધુ મેડલ જીતી ચૂકી છે ત્યારે હૈદરાબાદ ખાતે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુરત તરફથી વિધિ માવાણીએ ભાગ લીધો હતો. અનેક ખેલાડીઓની વચ્ચે વિધિ એ પોતાના આત્મવિશ્વાસ અને આત્મબળથી આ સ્પર્ધા જીતી હતી અને ચાર ગોલ્ડ મેડલ જીતી સુરત સહીત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું હતું.

હૈદરાબાદ ખાતે લેવાયેલી આ સ્પર્ધાના એક મહિના પહેલા જ પ્રેક્ટિસ દરમિયાન વિધિને કમરની માસ પેશી ફાટી ગઈ હતી.હોસ્પિટલમાં તેમને સારવાર પણ આપવામાં આવી હતી.વજન ઉઠાવવાનું થતું હોવાથી ડોક્ટર તેને આ સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપી હતી પરંતુ જીતવાની જીદ કરેલી વિધિએ આકરી પ્રેક્ટિસ બાદ તેનું પરિણામ મેળવવા માંગતી વિધિએ દ્રઢ મનોબળ અને સંકલ્પ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં બે અલગ અલગ વેઇટમાં ભાગ લીધો હતો.

પોતાનું જિમ શરૂ કરી સપનું પૂર્ણ કરવા માંગે છે

કહેવાય છે કે એકવાર ખુલ્લી આખે જોયેલું સપનું સાકાર કરવા તનતોડ મહેનત કરવામાં આવે છે. તો આજે નિધિ ગોલ્ડ મેડલ જીત્યા બાદ પોતાનું જિમ શરૂ કરવા માંગે છે. જે [પહેલેથી જ એનું સપનું રહ્યું હતું.ત્યારે વિધિ માવાણીએ પોતાની જીતનો શ્રેય પોતાના માતાપિતા અને તેમના કોચ અને તેમને આગળ વધવામાં ફંડ આપી મદદ કરનારને આપ્યો હતો.