હવેથી અયોધ્યા જંક્શન 'અયોધ્યા ધામ'થી ઓળખાશે, રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલાં નગરજનોને મોટી ગિફ્ટ
અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું
રેલ્વે સ્ટેશન હવેથી અયોધ્યા ધામનાં નામે ઓળખાશે
30 ડિસેમ્બરનાં રોજ PM મોદી ઉદ્ઘાટન કરશે
Mnf network: અયોધ્યા રામમંદિરનાં ઉદ્ઘાટન પહેલાં અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે અયોધ્યા ધામનાં નામે ઓળખાશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલાં નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘોષણાથી રામ ભક્તો ઘણાં ખુશ જોવા મળી રહ્યાં છે.
અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે 'અયોધ્યા ધામ'થી ઓળખાશે.અયોધ્યા રેલ્વે સ્ટેશનને ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે. અહીંથી રામ મંદિર આશરે 1 કિમી દૂર છે. આ સ્ટેશન આશરે 50000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે. 30 ડિસેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ધાટન કરશે.
રેલ્વે વિભાગની તરફથી આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે. 22 જાન્યુઆરીનાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો રામ નગરી અયોધ્યામાં આવશે.