ફોટો ચર્ચા : ભાજપમાં મોદી જ સર્વેસર્વા ? જૂના નેતાઓ સહિત અમિત શાહનું પણ પત્તુ કપાયુ ?

ફોટો ચર્ચા : ભાજપમાં મોદી જ સર્વેસર્વા ? જૂના નેતાઓ સહિત અમિત શાહનું પણ પત્તુ કપાયુ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના) : પશ્ચિમ બંગાળમાં ભાજપને સત્તા અપાવવા માટે અમિત શાહ છેલ્લા ઘણા સમયથી સક્રિય બન્યા છે.જો કે દીદીના ગઢમાં ગાબડું પાડી ભાજપને સત્તા પર લાવવા માટે રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહ છેલ્લા ઘણા સમયથી સભાઓ ગજવી રહ્યા છે.ત્યારે તાજેતરમાં ભાજપે બહાર પાડેલ ' સંકલ્પપત્ર' માં એ વાત ઉડીને આંખે વળગી હતી કે ભાજપના પશ્ચિમ બંગાળના ' સંકલ્પપત્ર' અમિત શાહનો ફોટો ક્યાંય જોવા મળ્યો ન હતો. ' સંકલ્પપત્ર' ના મુખ પૃષ્ઠ પર માત્ર નરેન્દ્ર મોદી અને છેલ્લા પેજ પર જે.પી. નડ્ડા અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની જ તસ્વીર દેખાતી હતી.

પશ્ચિમ બંગાળમાં ભાજપે જાહેર કરેલા ‘સંકલ્પપત્ર’માં અમિત શાહની તસવીર જ નહીં હોવાથી શાહના સમર્થકોમાં નારાજગી છે. ‘સંકલ્પપત્ર’ના મુખપૃ પર માત્ર નરેન્દ્ર મોદીની તસવીર છે જ્યારે બેક ટાઈટલ પર રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની તસવીર છે.ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ‘સંકલ્પપત્ર’ ભાજપનો છે અને શાહ હાલમાં ભાજપમાં કોઈ હોદ્દા પર નથી, તેથી તેમની તસવીર નથી મૂકાઈ.જો કે મોટા ભાગે શાહ ભલે કોઈ હોદ્દા પર ન હોય છતાં પણ તેમનો ફોટો મૂકવામાં આવતો હોય છે.

શાહ સમર્થકોના મતે ટેકનિકલી આ દલીલ સાચી છે પણ પશ્ચિમ બંગાળમાં ભાજપને જીતાડવા માટે શાહ છેક ૨૦૧૫થી મથી રહ્યા છે અને તેમના પ્રયત્નોના કારણે જ બંગાળમાં ભાજપ મમતા બેનરજી સામે પડકાર ઉભો કરી શક્યો છે ત્યારે શાહને મહત્વ મળવું જોઈતું હતું.રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપના ‘સંકલ્પપત્ર’માં શાહની તસવીર નથી તેના કરતાં વધારે ધ્યાનાકર્ષક બાબત એ છે કે ભાજપના તમામ જૂના નેતા ગાયબ છે. શ્યામાપ્રસાદ મુખરજી, અટલ બિહારી વાજપેયી સહિતના કોઈ નેતાની તસવીર મુખપૃ પર નથી તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપમાં સંપૂર્ણ મોદી યુગ આવી ગયો છે.