Breaking : બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 13 ના મોત, 4 ઘાયલ, જાણો સમગ્ર ઘટના

Breaking : બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 13 ના મોત, 4 ઘાયલ, જાણો સમગ્ર ઘટના

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બસ અને ઓટો વચ્ચે ભીષણ ટક્કર થતાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકો ઘાયલ થયા છે.મીડિયા અહેવાલ મુજબ, આજે મંગળવાર સવારે ગ્વાલિયર શહેરના પુરાની છાવની વિસ્તારમાં ઘટના બની છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ મૃતકોના પરિજનો માટે 4 લાખ અને ઘાયલો માટે 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

મળતા અહેવાલો મુજબ, ગ્વાલિયરથી બસ મુરૈના તરફ જઈ રહી હતી અને ઓટો ગ્વાલિયરના બહારના વિસ્તારથી શહેરની અંદર આવી રહી હતી. બંને વાહનો સામસામે ટકરાઈ ગયા હતા. દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના મૃતદેહોને ઘટનાસ્થળેથી હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાને લઈ કહ્યું કે, ગ્વાલિયરમાં બસ અને ઓટો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવવા પર દુઃખ વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા સહાયતા રકમ આપવામાં આવશે.

આ ઘટનાને લઈ સિટી એસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે, ઓટો રિક્ષામાં 13 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગની મહિલાઓ હતી. આ તમામ લોકો એક સમારોહમાં ખાવાનું બનાવવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જ મુરૈના તરફથી આવી રહેલી એક ઓવરસ્પીડ બસે ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે. બીજી તરફ, ચાર અન્ય ઘાયલોની સ્થિતિ ગંભીર છે. આ ભીષણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.