નયારા એનર્જીએ વાઇબ્રન્ટ ગુજરાત ખાતે ફ્યુચરિસ્ટિક સ્ટોલ ખૂલ્લો મૂકીને દેશવ્યાપી આકાંક્ષાઓને પ્રેરણા આપી

નયારા એનર્જીએ વાઇબ્રન્ટ ગુજરાત ખાતે ફ્યુચરિસ્ટિક સ્ટોલ ખૂલ્લો મૂકીને દેશવ્યાપી આકાંક્ષાઓને પ્રેરણા આપી

Mnf network:  નાયરા એનર્જીએ વાઇબ્રન્ટ ગુજરાત ખાતે ફ્યુચરિસ્ટિક સ્ટોલ ખૂલ્લો મૂકીને દેશવ્યાપી આકાંક્ષાઓને પ્રેરણા આપી 

અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ પ્રતિષ્ઠિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એક મનમોહક સ્ટોલનું અનાવરણ કર્યું હતું, જે ભારતના હૃદયમાં વસેલી સંસ્કૃતિ અને ટેકનોલોજીના સંકલનનું ઉદાહરણ રજૂ કરે છે. 'Fuelling Aspirations, Energizing Dreams for Gujarat and India' થીમ આધારિત આ સ્ટોલ ગુજરાત અને ભારત માટે ઊર્જા સુરક્ષા માટે નયારાની પ્રતિબદ્ધતા દર્શાવતું એક ડાયનેમિક પ્લેટફોર્મ છે.

અત્યાધુનિક ઇમર્સિવ સ્ક્રીન મુલાકાતીઓને નયારાની વિશાળ એસેટ્સ અને વ્યવસાયો દ્વારા આનંદદાયક પ્રવાસ પર લઈ જાય છે, જે ભારતના વિકાસ માટે સમર્પિત અગ્રણી ઊર્જા પાવરહાઉસ તરીકેની તેમની ભૂમિકા પર ભાર મૂકે છે. ગાંધીજી પ્રેરિત ચરખા સંચાલિત એલઈડી ઇન્સ્ટોલેશનનું સેટઅપ ભારતના સાંસ્કૃતિક વારસા સાથે નયારાના ઊંડા મૂળના જોડાણને દર્શાવે છે. 

નયારાની સંભવિતતા દર્શાવવા ઉપરાંત, સ્ટોલ રોજગાર પેદા કરવા, સ્થાનિક વિક્રેતાઓને ટેકો આપવા અને સમુદાયોને તેમના સપના સાકાર કરવા માટે ઊર્જા સાથે સશક્તિકરણ કરવા માટે કંપનીના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. નયારા એનર્જીની અસરકારક પહેલોએ મોટી સંખ્યામાં સમુદાયોને લાભ આપ્યો છે, હજારો લોકો માટે રોજગારીનું સર્જન કર્યું છે અને સ્થાનિક વિક્રેતાઓ અને ભાગીદારોને તકો પૂરી પાડી છે.