ઊંઝા સભા સંબોધવા આવેલ અરવિંદ કેજરીવાલે ઉમિયા માતાના મંદિરે દર્શન કરવાનું ટાળ્યું : અનેક તર્ક વિતર્ક

ઊંઝા સભા સંબોધવા આવેલ અરવિંદ કેજરીવાલે ઉમિયા માતાના મંદિરે દર્શન કરવાનું ટાળ્યું : અનેક તર્ક વિતર્ક

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : આજે ઐતિહાસિક અને ધાર્મિક નગરી ઊંઝામાં આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે એક જાહેર સભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા તો બીજી બાજુ પોતાની સરકાર જે રાજ્યમાં છે તેની યશો ગાથા પણ વર્ણવી હતી.. પરંતુ ઉડીને એ વાત આંખે વળગી હતી કે ઊંઝા પધારેલા કેજરી વાલે ઉમિયા માતાજી મંદિરના દર્શન કરવાનું ટાળ્યું હતું.

અત્રે નોંધાની એ છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના કેટલાક વિડીયો વાયરલ થયા છે જેમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા વીડિયોમાં જે વાતો કરી રહ્યા છે તે ને લઈને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે અને આમ આદમી પાર્ટી ક્યાંક હિન્દુ વિરોધી પાર્ટી હોય તેવી રીતે તેની છબી ખરડાઈ છે. ત્યારે તાજેતરમાં કેજરીવાલે ઉમિયા માતાના મંદિરે દર્શન કરવાનું ટાળતાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા .જોકે અરવિંદ કેજરીવાલે ઉમિયા માતા મંદિરે દર્શન કરવાનું શા માટે ટાળ્યું તેને લઈને કોઈ ખાસ માહિતી જાણવા મળી નથી.

આ અંગે ઉમિયા માતા સંસ્થાન પાસેથી જાણવા મળ્યું હતું કે સામાન્ય રીતે કોઈપણ વીઆઈપી વ્યક્તિ ઊંઝા પધારે ત્યારે ઉમિયા માતાના દર્શન અવશ્ય કરતી હોય છે. પરંતુ કેજરીવાલ ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા કેમ આવ્યા ન હતા તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી.