ઊંઝા : કોરોના સંક્રમણને અટકાવવા APMC અને નગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, જાણી લેજો નહિ તો પસ્તાશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : હાલમાં ઉત્તર ગુજરાતમાં પણ કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ઊંઝામાં પણ કોરોના ના કેસો નોંધાતા ઊંઝા નગરપાલિકા, એપીએમસી અને વેપારીઓએ કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે સાથે મળીને એક મહત્વનો નિર્ણય લીધો છે.
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ ને ધ્યાને લઇને આગામી તારીખ 10 એપ્રિલ અને 11 એપ્રિલ એમ બે દિવસ ઊંઝા ગંજ બજાર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેની દૂરથી તેમજ સ્થાનિક લેવલે થી આવતા ખેડૂતો અને વેપારીઓ એ ખાસ નોંધ લેવી.
તો વળી ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રીન્કુ બેન પટેલના જણાવ્યા મુજબ શહેરમાં કોરોના નું સંક્રમણ અટકે તે માટે ઊંઝાના વેપારીઓની સાથે થયેલી એક મહત્વની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે 10 એપ્રિલ અને 11 એપ્રિલ એટલે કે શનિવાર અને રવિવાર એમ બે દિવસ ઊંઝા નું સંપૂર્ણ બજાર બંધ રહેશે.