સુરત : AAPના નગર સેવક પહોંચ્યા ઝોનલ પુરવઠા કચેરી અને થયો મોટો પર્દાફાશ : એજન્ટો અને અધિકારીઓની ખુલી પોલ

સુરત : AAPના નગર સેવક પહોંચ્યા ઝોનલ પુરવઠા કચેરી અને થયો મોટો પર્દાફાશ : એજન્ટો અને અધિકારીઓની ખુલી પોલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   સુરતમાં જ્યારથી ઈમાનદાર આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત થઈ છે ત્યાંથી ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતા અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો છે એમાંય ખાસ કરીને સુરતમાં ભાજપ સરકારની રહેમ નજર હેઠળ ચાલતા પુરવઠા વિભાગના અનાજ કૌભાંડોને આમ આદમી પાર્ટીના નેતાઓએ ખુલ્લુ પાડતા નેતાઓ અને અધિકારીઓની મીલીભગત ખુલ્લી પડી ગઇ છે ત્યારે હજુ પણ કેટલાંક ઠેકાણે લોકોને રાશન નહિ મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલબેન સાકરીયા એ આજે પુણાગામ પુરવઠા વિભાગની ઝોનલ કચેરીની જ્યારે મુલાકાત લીધી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલબેન સાકરીયા ના જણાવ્યા મુજબ આ વિસ્તારના કેટલાક લોકોને રાશન ન મળતું હોવાથી લોકો દાવા અરજી માટે લાઈનમાં ઊભા હતા જ્યારે ફોર્મ સ્વીકારનાર અધિકારી કોઈના કોઈ બહાનું બતાવીને લોકોને ધક્કા ખવડાવી રહ્યા હતા તો બીજી બાજુ કેટલાક અરજદારો એ એવો આક્ષેપ કર્યો હતો કે કેટલાક એજન્ટો ના ફોર્મ પાછલા બારણે આ અધિકારીઓ સ્વીકારી રહ્યા હતા જેથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

જો કે એજન્ટો લોકો પાસેથી પૈસા લઈને તેમના ફોર્મ ભરી આપીને કચેરીમાં જમા કરાવતા હોવાના સમગ્ર ખેલ પાછળ ક્યાંકને ક્યાંક અધિકારીઓ અને એજન્ટોની મીલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આ અંગે નગરસેવક પાયલબેન સાકરીયા એ જવાબદાર અધિકારીને સવાલ કરતા અધિકારી એ પોતાનો લૂલો બચાવ કર્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારી નો જવાબ એ વાત સ્પષ્ટ કરી દેતો હતો કે અહીંયા એજન્ટો અને અધિકારીઓની મીલીભગત ને કારણે સામાન્ય લોકો પોતાના અધિકારથી વંચિત રહી જાય છે.