સુરત : સુમન ભાર્ગવ સોસાયટીમાં નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી
નવરાત્રીના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઘરબે ઘૂમવા લાગ્યા.
મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : નવરાત્રી એટલે શક્તિની આરાધના,ઉપાસના નું પર્વ. નવરાત્રી દરમિયાન લોકો ગરબે ઘૂમીને પણ માં જગદંબાની ભક્તિ કરતા હોય છે.ગુજરાતમાં ધામધૂમથી આ વર્ષે નવરાત્રી નો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરતમાં ઠેર ઠેર નવરાત્રી પર્વની આનંદપૂર્વક ઉજવણી થઈ રહી છે.
સુરતના વેસુ ભરથાણામાં વીઆઈપી રોડ પાસે આવેલ સુમન ભાર્ગવ સોસાયટીમાં નવરાત્રી પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે. જેમાં લોકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.સુમનભાર્ગવ સોસાયટી એ ગુજરાતની 'ગોકુલધામ ' ગણાતી સોસાયટી છે.જ્યાં દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે નવરાત્રિના પર્વનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ દિવસ સુધી લોકો ગરબે ઘૂમીનેમાં જગદંબાની ભક્તિ કરશે.