નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈ ગુજરાત પોલીસ એક્શનમાં : ટ્વીટ કરી મહિલાઓને શુ કરવા કહ્યું ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : નવરાત્રી એટલે શક્તિની આરાધના,ઉપાસના નું પર્વ. નવરાત્રી દરમિયાન લોકો ગરબે ઘૂમીને પણ માં જગદંબાની ભક્તિ કરતા હોય છે.ગુજરાતમાં ધામધૂમથી આ વર્ષે નવરાત્રી નો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે આ પર્વમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની ગુજરાત સરકાર ના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ છૂટ આપવામાં આવી છે.
મહિલાઓની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ ખૂબ જ સતર્ક રહેતી હોય છે ત્યારે સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના કોઈ બનાવો ન બને તે માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ટ્વીટમાં લખ્યું છે કે, 'ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. 181 મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.'