અમેરિકાની સ્કૂલમાં હિન્દી પણ ભણાવાશે

અમેરિકાની સ્કૂલમાં હિન્દી પણ ભણાવાશે

Mnf network :  કૅલિફૉર્નિયાના સિલિકૉન વૅલીની બે સરકારી સ્કૂલ એના અભ્યાસક્રમમાં હિન્દીને વિશ્વ ભાષા તરીકે ભણાવશે. હિન્દીને વૈકલ્પિક વિષય તરીકે દર્શાવવાના નિર્ણયને ફ્રીમોન્ટની ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીએ આવકાર્યો હતો, જેઓ તેમનાં બાળકોને સ્કૂલમાં હિન્દી ભણાવવા માગે છે. ફ્રીમોન્ટમાં ઘણી મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ફ્રીમોન્ટ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ (એફયુએસડી) બોર્ડે એક પાઇલટ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે, જે હિન્દીને હોર્નર મિડલ સ્કૂલ અને ઇર્વિંગ્ટન હાઈ સ્કૂલના ઑગસ્ટમાં શરૂ થતા વર્ષ ૨૦૨૪-'૨૫ના અભ્યાસક્રમમાં દર્શાવશે.

હોર્નર મિડલ સ્કૂલ અને ઇર્વિંગ્ટન હાઈ સ્કૂલ ૬૫ ટકા ઇન્ડિયન અમેરિકન્સ વિદ્યાર્થીઓ ધરાવે છે. જિલ્લામાં કુલ ૨૯ ઍલિમેન્ટરી સ્કૂલ કૅમ્પસ છે, પાંચ મિડલ સ્કૂલ કૅમ્પસ અને પાંચ હાઈ સ્કૂલ કૅમ્પસ છે.