વડનગર : પૂર્વ નગર સેવકની રજૂઆત રંગ લાવી : 5 ડાયાલિસિસ મશીન મળ્યા : એમ આર આઇ મશીન ક્યારે ?

વડનગર : પૂર્વ નગર સેવકની રજૂઆત રંગ લાવી : 5 ડાયાલિસિસ મશીન મળ્યા : એમ આર આઇ મશીન ક્યારે ?

વડનગર પી.એમ. મોદી નું છે વતન

600 બેડ ની સુવિધા ધરાવતા વડનગર ને વધુ 5 ડાયાલિસિસ મશીનો ફાળવવા પૂર્વ નગર સેવકે કરી હતી રજૂઆત

ગીરીશભાઈ પટેલ સૌથી સક્રિય પૂર્વ નગર સેવક છે

શહેરની સુવિધાઓ તેમજ માગણીઓને લઈને અનેકવાર તેઓ સરકારમાં કરી ચૂક્યા છે રજૂઆતો

પૂર્વ નગરસેવક ગીરીશભાઈ પટેલની રજૂઆત બાદ ફાળવવામાં આવ્યા ડાયાલિસિસ મશીન

પાંચ ડાયાલિસિસ મશીન તો ફાળવાયા પરંતુ હજુ એમઆરઆઇ મશીન ફાળવવામાં આવ્યું નથી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરની જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ વડનગરમાં ડાયાલિસિસ માટે 10 મશીન કાર્યરત હતા જેમાં વધારે પાંચ મશીન ફાળવવાની માગણી વડનગરના પૂર્વ નગર સેવક ગીરીશભાઈ પટેલ દ્વારા લેખિતમાં આરોગ્ય મંત્રીને કરવામાં આવી હતી જેને લઈને તાજેતરમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં વધારે પાંચ ડાયાલિસિસ મશીનો ફાળવવામાં આવ્યા છે.

એમ.આર.આઇ.મશીન ફાળવવા પણ કરાઈ છે માંગ

આ ઉપરાંત હોસ્પિટલમાં એમ.આર.આઈ. મશીનની સુવિધા ન હોવાથી દર્દીઓને મહેસાણા ખાતે એમ.આર.આઈ.ક૨ાવવા માટે જવુ પડે છે. જેથી વડનગર ખાતે એમ.આર.આઈ. મશીન ફાળવવામાં આવે તો હોસ્પિટલમાં આવતા દર્દીઓને આર્થિક રીતે ઘણો ફાયદો થાય તેમ છે. જેથી વડનગર ખાતે હોસ્પિટલમાં એમ.આર.આઈ.મશીન ફાળવવા પણ ગિરીશભાઈ પટેલ ને માંગણી કરી હતી.

આરોગ્યમંત્રી ના જિલ્લામાં આવેલું છે વડનગર

અત્રે નોંધનીય છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતે વિસનગર વિસ્તારના ધારાસભ્ય છે. વડનગર પણ તેમના વિધાનસભા વિસ્તારની નજીકનું સૌથી મહત્વનું શહેર છે. આ ઉપરાંત વડનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન છે. ત્યારે ૬૦૦ બેડ ની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં દૂર દૂરથી લોકો સારવાર માટે આવે છે પરંતુ હજુ સુધી એમઆરઆઇ મશીનની ફાળવણી ન થવાને કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તો વળી પ્રધાનમંત્રી ના વતનમાં બનેલી આ હોસ્પિટલમાં હજી સુધી એમ.આર.આઇ. મશીન કેમ ફાળવવામાં નથી આવ્યું તે પણ એક ચર્ચાનો વિષય છે.