ઊંઝા : પાલિકાની ચુંટણીમાં અપક્ષ ભાજપને હંફાવી રહ્યું છે : કઢાઈ માં શીરો, દિનેશ પટેલ હીરો

ઊંઝા : પાલિકાની ચુંટણીમાં અપક્ષ ભાજપને હંફાવી રહ્યું છે : કઢાઈ માં શીરો, દિનેશ પટેલ હીરો
ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરતા અપક્ષ ઉમેદવાર દિનેશભાઈ પટેલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકા ની વોર્ડ નંબર 2 ની ચુંટણીમાં અપક્ષ ભાજપને હંફાવી રહ્યું છે.કારણ કે નગર પાલિકામાં અઢી વર્ષના ભાજપના શાસનમાં ભાજપના સત્તાધીશોએ જે કારનામા કર્યા છે તે જોતાં હવે ચૂંટણી પ્રચારમાં વિકાસ મુદ્દે બોલવાનું ભાજપ ટાળી રહ્યું છે.

ઊંઝામાં નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું ત્યારે પાલિકા પ્રમુખે શહેરના વિકાસ મુદ્દે ઘણા બણગાં ફૂક્યા હતા પણ અઢી વર્ષની કામગીરીમાં ઊંઝામાં કોઈ નોધપાત્ર વિકાસ કાર્યો પાલિકાએ કર્યા હોય એવું સ્થાનિક અખબારોમાં પણ કદી જોવા મળ્યું નથી બલકે પાલિકાના ભાજપના શાસનમાં અનેક કથિત કૌભાંડો ઉજાગર થયા છે જેને લઇ હવે વિકાસ મુદ્દે બોલવા જતાં ભાજપનું મો સિવાઈ જાય એવી સ્થિતિ છે.

જેને લઇ હાલ ચુંટણી સભાઓમાં ભીડ એકત્ર કરવા માટે નવા નવા કિમિયા અજમાવવા પડે તેમ છે.જો કે હાલમાં ભાજપ સભાઓ કરી ને આભાસી ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ અપક્ષ ઉમેદવાર તેમના ચૂંટણી નિશાનને લઈ ને ખૂબ ફેમસ બની ગયા છે. અપક્ષ ઉમેદવારની ચૂંટણી નિશાન કઢાઈ છે જેને લઇ હવે " કઢાઈમાં શીરો, દિનેશ પટેલ હીરો " સ્લોગન લોકોમાં ખૂબ પ્રિય બન્યું છે.