Breaking : કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચારને લઈ મહેસાણા ભાજપના સાંસદે કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીને લખ્યો પત્ર થયો મોટો ઘટસ્ફોટ
મહેસાણા જિલ્લાના કડી માં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું બહાર આવતા મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલે કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીને લખ્યો પત્ર
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મહેસાણા જિલ્લાના કડીમાં કેન્દ્રના કોટ્ટન કોર્પોરેશન દ્વારા થતા કપાસની ખરીદીમાં ખુદ અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની ફરિયાદ ખુદ ભાજપના જ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીને કરતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કપાસ વેચવા આવતાં ખેડૂતોને કપાસમાં હવા હોવાનુ કહી અધિકારીઓ કૌભાંડ આચરી રહ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. કોટ્ટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ કપાસમાં હવા ના હોય છતાં “હવા છે” કહીને ઓછા ભાવ આપે છે. જેમાં બાકીના પૈસા ખિસ્સામાં નાખી ભ્રષ્ટાચાર કરતાં હોવાનો પત્ર રમેશ પટેલે સાંસદ શારદાબેન પટેલ લખ્યો છે. આ સાથે સરકારે 33ના ઉતારાને માપદંડ ભાવ નક્કી કરેલ છતાં ખાનગી જીનીંગવાળા રજીસ્ટરમાં 35-36 ના સરેરાશ ઉતારા બતાવે છે.
જેથી ખેડૂતો અને સરકાર સાથે છેતરપિંડી થતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ તમામ બાબતો સીસીઆઇ કેન્દ્રવાળી જીનીંગ ફેક્ટરીમાં લાગેલ સીસીટીવી ફૂટેજની રનિંગ તપાસ કરતાં કૌભાંડનો ઘટસ્ફોટ થવાનો દાવો કર્યો છે. આ તમામ વિગતો સાથે રમેશભાઈ પટેલે મહેસાણા સાંસદને પત્ર લખી વિજીલન્સ ટીમ દ્વારા તપાસ કરવા કહ્યું છે.જેથી મહેસાણા સાંસદ શારદાબેન પટેલે કપાસ ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત સ્વિકારી કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્ર લખ્યો છે. જેમાં યોગ્ય તપાસ કરી ભ્રષ્ટ અધિકારીઓને સજા કરી ખેડૂતોને ન્યાય આપવા કહ્યું છે. બંને પત્રને પગલે કપાસના ખરીદ-વેચાણમા પારદર્શકતા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે.