સી.આર.પાટીલ PM મોદીનું નામ લઈ ભાજપ નેતાઓ વિશે જે બોલ્યા એ સાંભળી રૂપાણી, નીતિન પટેલ સહિતના દિગજજોને લાગશે મોટો ઝટકો

સી.આર.પાટીલ PM મોદીનું નામ લઈ ભાજપ નેતાઓ વિશે જે બોલ્યા એ સાંભળી રૂપાણી, નીતિન પટેલ સહિતના દિગજજોને લાગશે મોટો ઝટકો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિનપ્રતિદિન પોતાનું સંગઠન મજબૂત બનાવી રહી છે. ત્યારે બીજી બાજૂ ભાજપના નેતાઓ છેલ્લા ઘણા સમયથી ચૂંટણી જીત્યા બાદ નિષ્ક્રિય બની જતા હોય છે. જેને લઇને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે પાટણ ખાતેના એક કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આડે હાથ લેતાં સમગ્ર સભામાં સન્નાટો મચી ગયો હતો.

 ભાજપના પ્રમુખ સી. આર. પાટિલે સભા સંબોધતા આકરા સ્વરે કહ્યું કે “તમે તમારા વિસ્તારમાં પેજ કમિટી બનાવી કે નહિ ? બનાવી તો શું કામ કર્યું ? ચૂંટણીમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માત્ર નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટાયા છે. ગુજરાતમાં ભાજપમા જો કોઇની લોકપ્રિયતા હોય તો તે છે નરેન્દ્ર મોદીની છે. બાકી ભાજપના કોઇ નેતાની લોકપ્રિયતા નથી ”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " આપણા નેતા ચૂંટાયા પછી પણ ભૂલો કરે છે. અને કાર્યકરો નેતાઓની ભૂલો ભૂલીને કામ કરે છે. હું જાણું છું કે ગુજરાત ના કોઇ નેતામાં એટલો દમ નથી કે તે પોતાની તાકાત પર ચૂંટાઇ આવે . ગુજરાત ભાજપના નેતાઓ માત્ર નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટાઇ આવે છે. જો ભાજપના નેતાઓ મતદારોનો ખરેખર સાચો વિશ્વાસ જીતે તો તે ભાજપનો સાચો નેતા કહી શકાય."