CM ભુપેન્દ્ર પટેલ PM મોદીને મળવા એકાએક કેમ પહોંચ્યા દિલ્હી ? જાણો સમગ્ર મામલો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે શુક્રવારે એકાએક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે દિલ્હી પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક આશરે 25 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત આવવા રવાના થયા હોવાની માહિતી મળી રહી છે.
તો બીજી બાજુ રાજકોટ લોકસભાના પૂર્વ સાંસદ તેમજ રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભ કથીરિયાની 16 ઓગષ્ટના રોજ RAJKOT AIIMSના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જો કે તેમની આ નિમણૂંકની જાહેરાતના 15 દિવસ બાદ આજે 1 સપ્ટેમ્બરે તેમણે RAJKOT AIIMSના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે.
આમ, એક બાજું આજે દિલ્લીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઇ અને આજે જ વલ્લભ કથીરિયાએ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય સચિવ અરુણકુમાર વિશ્વાસે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એકાએક દિલ્હી પહોંચતા ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક શરૂ થયા છે જોકે હાલમાં ભાજપમાં જે આંતરિક ડખો ચાલી રહ્યો છે તેને લઈને પણ કદાચ ચર્ચા થઈ હોય તેવી અટકડો છે તો બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીનું મિશન એક રાષ્ટ્ર એક ઇલેક્શન ઉપર પણ ચર્ચા થઈ હોય એવું શક્ય બની શકે છે જોકે હકીકત શું હશે એ તો આવનાર સમય જ બતાવશે.