વિજાપુર રાજકારણના સૌથી મોટા સમાચાર : ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ પણ....

ભાજપ અને AAP વચ્ચે છે સીધો મુકાબલો ? કોનું પલ્લું છે ભારે ? ક્યા છે મહત્વના મુદ્દાઓ?

વિજાપુર રાજકારણના સૌથી મોટા સમાચાર : ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ પણ....

વિજાપુરમાં આપ નું પલ્લું ભારે.

મોંઘવારી, બેરોજગારી,  ગેસના બાટલાના ભાવોમાં વધારો, ખાનગી શાળાઓમાં તોતિંગ ફી, પેપર ફૂટવા જેવા અનેક મુદ્દે ભાજપ સામે છે લોકોમાં નારાજગી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : મતદાનને આડે માત્ર હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે હાલમાં ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.મહેસાણાની વિજાપુર બેઠક ઉપર ત્રિ પંખીઓ જંગ જામ્યો છે. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે જેમાં આમ આદમી પાર્ટી ને જબરજસ્ત જનસભામાં સમર્થન મળ્યું છે.

વિજાપુરમાં આમ આદમી પાર્ટીનું પલ્લું ભારે.

ચિરાગ પટેલ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર

જ્યારે ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સૂર ઉઠ્યો હતો. જોકે ભાજપના કેટલાક કાર્યકરોએ કમલમમાં જઈને પણ રમણ પટેલ સામે બળાપો ઠાલવ્યો હતો ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે વિજાપુર બેઠક પર આ વખતે ભાજપને ભારે નુકસાન જઈ શકે છે જેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળી શકે છે.

ભાજપના ઉમેદવાર વિવાદોમાં છે ફસાયેલા

ભાજપમાં અંદરો અંદર જ જોવા મળી હતી નારાજગી

ભાજપના ઉમેદવાર રમણ પટેલ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ફસાયેલા રહ્યા છે.જેમાં માત્ર પાંચ વર્ષમાં રમણ પટેલની સંપત્તિમાં 39 કરોડનો વધારો નોંધાયો છે ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રમણ પટેલે વિધાનસભા વિસ્તારનો વિકાસ કર્યો કે પછી પોતાનો વિકાસ કર્યો છે ? બીજી બાજુ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ચિરાગ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય લક્ષી પ્રજાકીય માળખાગત સુવિધાઓ સુવ્યવસ્થિત બનાવવાની ગેરંટી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ ચિરાગ પટેલ પોતે બિન વિવાદાસ્પદ વ્યક્તિ છે જેને લઇ આ ત્રિકોણીય જંગ માં આમ આદમી પાર્ટી મેદાન મારી જાય તો નવાઈ નહીં !