PM મોદીએ માતા હીરાબા ના આશીર્વાદ લીધા અને....

માતા હીરાબા સાથે હળવા અંદાજમાં ચાય પે ચર્ચા કરી

PM મોદીએ માતા હીરાબા ના આશીર્વાદ લીધા અને....

મોર્નિંગ ન્યુઝ ફોકસ ગાંધીનગર : ગુજરાતમાં આવતીકાલે બીજા તબક્કાનું અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પીએમ મોદી અમદાવાદ આવી પહોચ્યા છે. એટલું જ નહીં પીએમ મોદીએ પહેલા ગાંધીનગરમાં રાયસણ સ્થિત મોટાભાઈના ઘરે માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોચ્યા છે તેમજ માતા સાથે ચા ની ચુસ્કી માણી છે. ત્યાર બાદ પીએમ મોદી કમલમમાં બેઠક યોજાવાના છે જેમાં ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહેવાના છે.

PM મોદીએ હળવા અંદાજમાં માતા સાથે ચાય પે ચર્ચા કરી.

બીજા તબક્કામાં CM, 8 મંત્રી અને 12 પૂર્વ મંત્રી મેદાને છે. બીજા તબક્કામાં કોંગ્રેસના 2 કાર્યકારી પ્રમુખ તેમજ 2 પૂર્વ CMના પુત્ર પણ ચૂંટણી મેદાને છે.બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદાર છે. ઘાટલોડિયામાં સૌથી વધુ 4 લાખ 28 હજાર 542 મતદાર છે. 93 પૈકી 2017માં ભાજપને 51, કોંગ્રેસને 39, અપક્ષને 3 બેઠક મળી હતી.833 પૈકી 764 પુરૂષ, 69 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. 93 પૈકી ભાજપમાંથી 8 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 8, AAPના 1, અન્ય પક્ષના 31 મહિલા ઉમેદવારો મેદાને છે. કુલ 285 અપક્ષમાંથી 21 મહિલા અપક્ષ ઉમેદવાર છે. અપક્ષની વાત કરીએ તો, સૌથી વધુ બાપુનગરમાં 29 અપક્ષ, સૌથી ઓછા ઈડરમાં 3 અપક્ષ ઉમેદવાર છે.