જો તમને પણ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવાની નથી આદત, તો સાવધાન.

જો તમને પણ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવાની નથી આદત, તો સાવધાન.

ઘણીવાર લોકો સવારે ઉતાવળમાં નાસ્તો કરવાનું છોડી દે છે

નાસ્તો ના કરવાથી આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે

નાસ્તો ના કરવાથી આરોગ્યને શું નુકસાન થઈ શકે?

Mnf network: ઘણીવાર લોકો સવારે ઉતાવળમાં નાસ્તો કરવાનું છોડી દે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, નાસ્તો ના કરવાથી કંઈ નુકસાન થતું નથી. સવારે નાસ્તો ના કરવાથી આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થાય છે.

વજન વધવું- સવારનો નાસ્તો- સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી શરીરને એનર્જી મળે છે. સવારે નાસ્તો કરવામાં ના આવે તો આખા દિવસમાં વધુ ચરબીયુક્ત અને શુગરયુક્ત ફૂડ ખાવાની ઈચ્છા થશે, જેના કારણે વજન વધે છે. જેથી સવારે નાસ્તો કરવામાં ના આવે તો વજન ઘટવાને બદલે વધી શકે છે. 

એનર્જી રહેતી નથી- આખી રાત ભૂખ્યા રહેવાથી શરીરનું એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. સવારનો નાસ્તો ના કરવાને કારણે શરીરને એનર્જી મળતી નથી અને નબળાઈ લાગે છે. ઊર્જાના અભાવને કારણે આખો દિવસભર થાક લાગી શકે છે. 

ચિડીયાપણું- સવારે નાસ્તો કરવાથી તમારા શરીરને ગ્લુકોઝ મળી રહે છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલ જળવાઈ છે. નાસ્તો ના કરવાને કારણે બ્લડ શુગર લેવલ ઘટી શકે છે, જેના કારણે સ્ટ્રેસ હોર્મોન્સ વધી શકે છે. જેથી મૂડ બગડે છે, ચીડિયાપણું લાગે છે. જેના કારણે તમને ગુસ્સો પણ આવી શકે છે.

પોષકતત્ત્વોની ઊણપ- સવારનો નાસ્તો કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. નાસ્તો ના કરવાને કારણે શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ થઈ શકે છે, જેથી બિમારી થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની શક્યતા પણ વધી જાય છે.

હ્રદયરોગનું જોખમ- હેલ્ધી હાર્ટ માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. સવારે નાસ્તો ના કરવાથી મેદસ્વીતા, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. સવારનો નાસ્તો ના કરવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે.