ભારત પાકિસ્તાન બોર્ડર પર જામ્યો પતંગોત્સવ, 16 દેશના પતંગબાજોએ લીધો હિસ્સો

ભારત પાકિસ્તાન બોર્ડર પર જામ્યો પતંગોત્સવ, 16 દેશના પતંગબાજોએ લીધો હિસ્સો

Mnf network:  ઉત્તરાયણને લઈ ગુજરાતમાં ગજબનો ઉત્સાહ જોવા મળતો હોય છે. આ માટે દેશ વિદેશથી પતંગબાજો ગુજરાત પહોંચતા હોય છે. ગુજરાત સરકારે પતંગોત્સવની શરુઆત કર્યા બાદથી ગુજરાતમાં દેશ અને વિદેશથી પતંગબાજોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. આ વર્ષે પણ શાનદાર આયોજન કરવામાં આવ્યુ હતુ. 

ઉત્તરાયણને લઈ ગુજરાતમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળતો હોય છે. બાળકો, યુવાનો અને વડીલો પણ પતંગની મોજ પુરી માણતા હોય છે. ભારત અને પાકિસ્તાન બોર્ડર પર પણ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

 દેશ વિદેશથી ઉપસ્થિત રહેલા પતંગ રસિયાઓ અને નડાબેટના પ્રવાસીઓનું પરંપરાગત સ્થાનિક સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

 બનાસકાંઠામાં આવેલ નડાબેટ ખાતે કરાયેલા પતંગોત્સવના આયોજનમાં દેશ વિદેશના પતંગબાજોએ હિસ્સો લીધો હતા. જેમાં 16 દેશના 42 જેટલા પતંગબાજ નડાબેટ પહોંચ્યા હતા. જ્યારે 5 રાજ્યના 22 પતંગબાજ પહોંચ્યા હતા.

 

અમેરિકા, સાઉદી અરેબિયા, રશિયા, મેક્સિકો, જાપાન, હંગેરી, ઈન્ડોનેશિયા, બેહરિન, કોલંબિયા, શ્રીલંકા, મોરેશિયસ સહિતના દેશથી પતંગબાજ નડાબેટ પહોંચ્યા હતા.

 ગુજરાત સહિતના ભારતના પાંચ રાજ્યોમાંથી પતંગબાજ પણ નડાબેટ પહોંચ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ, કેરળ, ઓરિસ્સા, તેલંગાણા સહિતના રાજ્યથી પતંગ રસિયાઓએ હિસ્સો લીધો હતો.

 અલગ અલગ આકાર અને કદ સહિત રંગબેરંગી પતંગોએ આકાશમાં સુંદર નજારો સર્જ્યો હતો. જેને જોઈને નડાબેટના પ્રવાસીઓને પણ અદ્ભૂત નજારો જોવાનો આનંદ પ્રાપ્ત થયાનો અહેસાસ થયો હતો. પતંગબાજોએ I Love Modi ના લખાણ સાથે બોર્ડર પર પતંગ આકાશમાં ચગાવ્યો હતો.