Happy Birthday ' હર્ષ સંઘવીજી ' : વામન થી વિરાટ સુધીની સફર : જેની આ કામગીરીથી મોદી પણ થઈ ગયા પ્રભાવિત

Happy Birthday ' હર્ષ સંઘવીજી ' : વામન થી વિરાટ સુધીની સફર : જેની આ કામગીરીથી મોદી પણ થઈ ગયા પ્રભાવિત

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : 8 જાન્યુઆરી 1985 ના રોજ રમેશકુમાર સંઘવી અને દેવેન્દ્રબેન સંઘવીને ત્યાં જન્મ લેનાર હર્ષ સંઘવીને અભ્યાસ કરતાં વધારે સમાજ સેવામાં રુચિ હતી.માત્ર 15 વર્ષની નાની ઉંમરે સામાજિક કાર્યકર તરીકે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ભાજપની યુવા પાંખ યુવા મોરચા સાથે કામ કરતી વખતે, તેમણે ભારતના દૂરના ભાગમાં પ્રવાસ કર્યો હતો.  વંચિત અને શ્રમજીવી મધ્યમ વર્ગની સેવા તેમના નેતૃત્વના કેન્દ્રમાં રહી છે.

2012 માં, તેમણે રેકોર્ડ બ્રેક માર્જિનથી ચૂંટણી જીતી હતી અને ગુજરાત વિધાનસભાના 4થા સૌથી વધુ લીડ વિજેતા હતા.  સૌથી નાની વયના ધારાસભ્ય બન્યા, 27 વર્ષની ઉંમરે, ઓફિસમાં તેમનું પ્રથમ કાર્ય હૃદયના ઓપરેશન માટે સંપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડતું હતું.  હર્ષ સંઘવી એ અન્ય તમામ રાજકારણીઓથી તદ્દન વિપરીત છે, જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અવાજ આપે છે અને સમાજમાં પરિવર્તનના પૈડા ચલાવવા માટે યુવાનોને સશક્ત બનાવવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરે છે.

ધારાસભ્ય બન્યા બાદ પણ હર્ષ સંઘવી પોતે આમ આદમીની જેમ જ લોકોની વચ્ચે હંમેશા રહ્યા છે. પોતાના વિસ્તારના નાના બાળકથી લઈને વયોવૃદ્ધ વડીલોમાં તેઓ લોકપ્રિય રહ્યા છે. ધારાસભ્ય કાર્યકાળ દરમિયાન સિવિલ હોસ્પિટલ ની નબળી કામગીરી થી રોષે ભરાઈ જાહેરમાં ગુસ્સો ઠાલવવાથી લઈને અનાથ બાળકોની વચ્ચે જન્મદિવસની ઉજવણી તેમજ બાળકો સાથે ક્રિકેટ રમતા હર્ષ સંઘવી અવારનવાર મીડિયામાં ચમકતા રહ્યા છે. પરંતુ કોરોના કાળ દરમિયાન જ્યારે સુરતમાં સ્થિતિ વણસી હતી ત્યારે રાતોરાત તેમણે યુવા ટીમની મદદથી એક હજાર બેડની હોસ્પિટલ નું નિર્માણ કાર્ય કર્યું હતું. હર્ષ સંઘવી ના આ કાર્યથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશ થઈ ગયા હતા. જોકે હાલમાં હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે, ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી યુવાધનને ખતમ કરનાર ડ્રગ માફિયાઓ સામે સંઘવીએ કડક હાથે કામગીરી શરૂ કરી છે. સંઘવીની ગૃહ મંત્રી તરીકેની આ કામગીરી પણ ખૂબ જ પ્રશંસનીય રહી છે. ત્યારે સૌથી યુવા વયના ગૃહ મંત્રી એવા હર્ષ સંઘવીને મોર્નિંગ ન્યુઝ ફોકસ પરિવાર વતી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.