Dark Circles દુર થશે 15 દિવસમાં જ, અઠવાડિયામાં 2 વખત આંખ નીચે લગાડો આ વસ્તુ

Dark Circles દુર થશે 15 દિવસમાં જ, અઠવાડિયામાં 2 વખત આંખ નીચે લગાડો આ વસ્તુ

 આંખ નીચે ડાર્ક સર્કલ થવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. કેટલીક વાર જેનેટીક કારણોને લીધે પણ ડાર્ક સર્કલ થઈ જાય છે. આ સિવાય અપૂરતી ઊંઘ, ટેન્શન અને અનહદી ડાયેટના કારણે પણ આંખ નીચે ડાર્ક સર્કલની સમસ્યા થાય છે. 

ગ્લિસરીન અને સંતરાનું જ્યુસ

ગ્લિસરીનો ઉપયોગ ચહેરાને મોસ્ચ્યુરાઈઝ કરવા માટે થાય છે આ સિવાય સંતરાના રસમાં મિક્સ કરીને આંખ નીચે લગાડવાથી ડાર્ક સર્કલથી પણ મુક્તિ મેળવી શકાય છે.

ફુદીનાની પેસ્ટ

ફુદીનાની પેસ્ટને આંખ નીચે લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે. તેના માટે ફુદીનાના પાનને સારી રીતે સાફ કરીને પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટને આંખ નીચે 15 મિનિટ સુધી લગાડો ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. આ પેસ્ટ આંખમાં ન જાય તે માટે એક કપડામાં બાંધીને તેને આંખ નીચે રાખો.

ટમેટું અને ચણાનો લોટ

આંખ નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે ટામેટાની પેસ્ટ પણ ઉપયોગી છે. તેના માટે ટામેટાની પેસ્ટ બનાવીને તેમાં થોડો ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને આંખ નીચે અને ચહેરા પર લગાડો. દસ મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત તમે આ ઉપાય કરશો એટલે ડાર્ક સર્કલ દૂર થઈ જશે.