કબજિયાત માટે કાફી છે એક ચમચી એરંડિયું
Mnf network : આમન્ડ ઑઇલ અને ઑલિવ ઑઇલના જમાનામાં લોકો આપણા જૂના પુરાણા દિવેલ એટલે કે એરંડિયાને ભૂલી જ ગયા છે. દિવેલ એરંડિયાના બીજમાંથી કાઢવામાં આવે છે જે થોડું પીળાશ પડતું, અન્ય તેલની સરખામણીમાં જાડું અને વધારે પડતું ચીકણું હોય છે જેનો ઉપયોગ એના ઔષધિય ગુણોને કારણે વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા અને સ્કિન કૅર માટે કરવામાં આવે છે
સાંધામાં લુબ્રિકેશન બીજું, જેને જૉઇન્ટ પેઇન રહેતું હોય એ લોકો માટે એરંડિયું વરદાનરૂપ છે એમ જણાવતાં દિલીપભાઈ કહે છે, ‘એરંડિયાના તેલમાં સૂંઠ નાખીને એને ખાવામાં આવે તો સાંધામાં રહેલો વાયુ ઓછો થાય છે. રાત્રે સૂતાં પહેલાં એક ચમચી એરંડિયાના તેલમાં સૂંઠનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરવાથી રાહત મળે છે. ઘણા લોકો નાભિ પર પણ કૅસ્ટર ઑઇલ લગાવે છે. આયુર્વેદમાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યા માટે નાભિ પર તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે સૂતા પહેલાં બેથી પાંચ ટીપાં ડૂંટીમાં નાખે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા થાય છે. જેમ કે નાભિ પર એરંડિયાનું તેલ લગાવવાથી પાચનતંત્ર મજબૂત બનાવવામાં મદદ મળે છે.’
ડિલિવરી અને માસિકમાં ઉપયોગી | જે બહેનોને છેલ્લી ઘડીએ લેબર પેઇન ન આવતું હોય ત્યારે ઘણા ડૉક્ટર્સ કૅસ્ટર ઑઇલના પ્રયોગો કરતા હોય છે એમ જણાવતાં વૈદ્ય દિલીપ ત્રિવેદી કહે છે, ‘પ્રેગ્નન્સીના નવ મહિના પૂર્ણ કર્યા પછી પણ ડિલિવરીના કોઈ સંકેત ન દેખાય ત્યારે ડૉક્ટર્સ એનો ઉપયોગ કરે છે. તમે જોશો તો ઘણી વાર મહિલાઓને માસિક દરમિયાન દુખાવો થતો હોય છે. એ સમયે તેઓ માસિક આવવાના બે-ત્રણ દિવસ પહેલાં એરંડિયાના તેલનું સેવન રાત્રે સૂતા પહેલાં કરે તો સોજો અને દુખાવો ઓછો થાય છે. હૉર્મોન બૅલૅન્સ કરવામાં અને ઇરેગ્યુલર પિરિયડ્સને રેગ્યુલર કરવામાં પણ એ મદદ કરે છે.’