ગિરનાર લીલી પરિક્રમામાં 10 લાખ ભાવિકો ઉમટ્યા : જુઓ અદભૂત તસવીરો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,જૂનાગઢ : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત પ્રારંભ થયો હતો. જો કે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા એક દિવસ પહેલા જ ગિરનારનો પ્રવેશ ગેટ ખોલવામાં આવ્યો હતો. એટલે કે ગઇકાલે જ 50 હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી હતી.
36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા હતા. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે.આશરે 10 લાખ ભાવિક ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધો હતો.
જુઓ તસવીરોમાં ગિરનારનો અદભૂત નજારો