અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદે દાન પેટે એકત્ર કરેલ 22 કરોડના 15 હજાર ચેકનું જે થયું એ જાણી લાગશે મોટો આંચકો

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદે દાન પેટે એકત્ર કરેલ 22 કરોડના 15 હજાર ચેકનું જે થયું એ જાણી લાગશે મોટો આંચકો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દાનપેટે એકઠા કરાયેલા ૨૨ કરોડ રૂપિયાના 15 હજાર ચેક બાઉન્સ થયા છે. રામ મંદિરના નિર્માણ માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં દર મહિને મંદિર માટે 1 કરોડ રૂપિયાનુ દાન આવી રહ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અંદાજ લગાવતા દાવો કર્યો કે ટ્રસ્ટને દાનમાં મળેલી કુલ રકમ 3500 કરોડની આસપાસ છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દાન પેટે એકઠા કરાયેલા 22 કરોડ રૂપિયાના લગભગ 15 હજાર ચેક બાઉન્સ થઈ ગયા છે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર દ્વારા બનાવાયેલા ન્યાસ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના એક ઓડિટ રિપોર્ટમાં કહેવાયું છે કે, ચેક ખાતામાં ઓછી રકમ હોવાથી કે પછી કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે બાઉન્સ થયા.

ન્યાસના સભ્ય ડો. અનિલ મિશ્રાએ કહ્યું કે, ટેકનિકલ સમસ્યાના સમાધાન માટે બેક કામ કરી રહી છે અને એ લોકોને ફરીથી દાન કરવા માટે કહી રહી છે. આ ચેકમાં લગભગ 2 હજાર અયોધ્યાથી એકઠા કરાયા હતા. વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)એ 15 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી ફંડ એકઠું કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન આ ચેક એકત્ર કર્યા હતા. આ અભિયાન દરમિયાન લગભગ 5000 કરોડની રકમ એકત્ર કરાઈ હતી. જોકે, ન્યાસ દ્વારા હજુ એકત્રિત થયેલી રકમનો અંતિમ આંકડો જાહેર કરાયો નથી.