મહેસાણા : ભાજપે રાજ્યસભા સાંસદ મયંક નાયક ને આપી મોટી જવાબદારી

મહેસાણા : ભાજપે  રાજ્યસભા સાંસદ મયંક નાયક ને આપી મોટી જવાબદારી

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : ભાજપ ચૂંટણીના માઇક્રો પ્લાનિંગ માં ખૂબ જ મહેર છે અને હંમેશા આગોતરું આયોજન કરવામાં તે સતત સક્રિય રહે છે. જોકે ભાજપને મળતી જીત પાછળ તેનું માઈક્રો પ્લાનિંગ અને આગોતરું આયોજન ને મહત્વના માનવામાં આવે છે ત્યારે 2025માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ટર્મ પૂરી થવા જઈ રહી છે. ચૂંટણીને લઈને ભાજપ અત્યારથી જ એક્ટિવ થઈ ચૂક્યું છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના કેટલાક કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકને પણ દિલ્હી વિધાનસભા યોજાઈ તે પૂર્વે દિલ્હી વિધાનસભા બેઠકની કામગીરી સોંપવામાં આવી છે. ઓબીસી સમુદાયના દિલ્હીમાં વસતા નેતાઓ સાથેનો સંપર્ક કરવાનું તેમજ નાના સમાજો સાથે રાજ્યની કેન્દ્રીય નેતૃત્વ એ કરેલી કામગીરીના લેખાજોખા સાથે ગ્રાઉન્ડમાં જાય તે પ્રકારની કામગીરી તેમને સોંપવામાં આવી છે.