મહેસાણા : આમ આદમી પાર્ટીએ શહેરનું સંગઠન મજબૂત બનાવવા અજમાવ્યો માસ્ટર સ્ટોક, વિવિધ હોદ્દાઓ પર કરી નિમણૂંકો

મહેસાણા : આમ આદમી પાર્ટીએ શહેરનું સંગઠન મજબૂત બનાવવા અજમાવ્યો માસ્ટર સ્ટોક, વિવિધ હોદ્દાઓ પર કરી નિમણૂંકો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને આમ આદમી પાર્ટી પણ પોતાનું સંગઠન મજબૂત બનાવવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરી રહી છે. જેમાં મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે મહેસાણા જિલ્લા પ્રમુખ જીજ્ઞેશ પટેલની હાજરીમાં વિવિધ પદ ઉપર મહેસાણા શહેરના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.

વિવિધ હોદ્દેદારોની યાદી

મહેસાણા શહેર પ્રમુખ દિશાંત પટેલ (ભગત),
મહેસાણા શહેર ઉપ-પ્રમુખ કુલદીપ બારોટ, 
મહેસાણા શહેર મહામંત્રી પરેશ પટેલ,
મહેસાણા શહેર મંત્રી લવ પટેલ, 
મહેસાણા શહેર મંત્રી ભવ્ય દરજી,  
મહેસાણા શહેર મંત્રી અમરતજી ઠાકોર, 
મહેસાણા શહેર યુવા પ્રમુખ ધગસ રામનાની,  
મહેસાણા શહેર SYS પ્રમુખ લક્ષ્મીનારાયણ તિવારી, 
મહેસાણા શહેર સોશિયલ મીડિયા કન્વીનર હિતાંસુ પંડ્યા, 
મહેસાણા શહેર મીડિયા સેલ કલ્પેશ શાહ, 
મહેસાણા શહેર પ્રચાર સામગ્રી પ્રમુખ જૈમિન બારોટ સહિતની ટીમને જવાબદારી સોંપવામાં આવેલ છે.

 આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા એ મહેસાણા શહેરના નવનિયુક્ત યુવા અને જોશીલા પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે મહેસાણામાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધારે મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.