સુરત : આમ આદમી પાર્ટીએ શિક્ષણ સમિતિ માટે આ બે ઉમેદવારો પર ઉતારી પસંદગી, જાણો વધુ

સુરત : આમ આદમી પાર્ટીએ શિક્ષણ સમિતિ માટે આ બે ઉમેદવારો પર ઉતારી પસંદગી, જાણો વધુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત :  આમ આદમી પાર્ટી તરફથી શિક્ષણ સમિતી માટે બે નામની પસંદગી કરવામાં આવી છે.જેમાં ૧. રાકેશ હિરપરા અને ૨. રમેશ પરમાર. આ બંનેે ઉમેદવારો શિક્ષણ અને સાહિત્ય સાથે છેલ્લા ઘણા સમયથી સંકળાયેલા છે.

1. રાકેશ હિરપરા :  આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા એવા ૩૨ વર્ષીય યુવાન રાકેશ હિરપરા પાર્ટીના સંસ્થાપક સદસ્ય છે. તેમજ પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના પણ સદસ્ય છે. તેઓ બહુ જ ઓજસ્વી વક્તા, ધારદાર લેખક તેમજ ચિંતનશીલ વિચારક પણ છે. રાકેશ હિરપરા શિક્ષણ જગતના માણસ છે અને પોતાના શાળાકીય વર્ષોથી જ શિક્ષણના ક્ષેત્રને બહુ પ્રેમ કરતા આવ્યા છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે કાંઈક કરવા તેઓ હંમેશા તત્ત્પર હોય છે.

આમ તો ઈજનેરી શાખાના વિદ્યાર્થી છે, છતાંય એમનો મુખ્ય રસ હંમેશાથી ભાષા, સાહિત્ય, ઈતિહાસ, સંસ્કૃતિ અને મનોવિજ્ઞાન તરફ રહ્યો છે. ભારતની અનેક પ્રતિષ્ઠિત શાળા-કોલેજોમાં ભાષા, સાહિત્ય, ઈતિહાસ, ભારતીય સભ્યતા-સંસ્કૃતિ, મનોવિજ્ઞાન તેમજ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જેવા વિષયો ઉપર તેઓ વ્યાખ્યાનો આપી ચુક્યા છે.એકદમ યુવાન વયે જ એમની પ્રતિભા, જ્ઞાન, દેશપ્રેમ અને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની એમની ધગશને જોઈને આમ આદમી પાર્ટીએ શિક્ષણ સમિતીના મુખ્ય સદસ્ય તરીકે એમની પસંદગી કરી છે.

૨. રમેશ પરમાર :  રમેશભાઈ પરમાર પાર્ટીના સંનિષ્ટ કાર્યકર છે તેમજ એક નિવૃત્ત શિક્ષક છે.  તેઓ ઘણા વર્ષો સુધી શિક્ષક સંઘના પ્રમુખ પણ રહી ચુક્યા છે. એમના અનુભવના આધારે પાર્ટીએ રાકેશ હિરપરા સાથે સદસ્ય તરીકે શિક્ષણ સમિતી માટે એમની પસંદગી કરેલ છે.