ગુજરાત ભાજપનું સ્વચ્છતા અભિયાન : ક્યાંક સ્વચ્છતા તો ક્યાંક માત્ર ફોટો સેશન !
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અંકિત બયાનપુરિયા સાથે સફાઇ કરી હતી.
ગુજરાતમાં સી.આર.પાટીલ સહિતના નેતાઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા
ભાજપની મહિલા નેતાઓએ સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં સાકાર કર્યું.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) : દેશભરમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મજયંતિના એક દિવસ અગાઉ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ જનતાને એક કલાક શ્રમદાન કરવાની અપીલ કરી હતી. ત્યારે ખુદ પીએમ મોદીએ પણ દિલ્હીમાં શ્રમદાન કરીને આ અભિયાનમાં ભાગ લીધો હોવાનો એક વીડિયો શેર કર્યો છે.
જોકે પ્રધાનમંત્રી ના આહવાહનને લઈને ગુજરાત ભાજપના નેતાઓએ પણ વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરેલા જોવા મળ્યા હતા. વિવિધ નેતાઓએ શેર કરેલી તસવીરોમાં જાણે સ્વચ્છતા અભિયાન કરતાં ફોટોસેશન વધારે થયું હોય એમ લાગતું હતું.
ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ સ્વચ્છતા અભિયાન થકી શ્રમદાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના અનેક દીગજ નેતાઓ પણ આજે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન કર્યું હતું.જેમાં સ્વચ્છતા એ કેટલાક નેતાઓના જીવનનો એક ભાગ હશે, જ્યારે કેટલાક નેતાઓએ માત્ર પ્રધાનમંત્રીએ આવાહન કર્યું છે એટલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હોય એવું તસવીર બોલે છે એમ કહેવામાં કશું જ ખોટું નથી.