ઊંઝા : કાર્યકર્તાઓ માં છૂપી નારાજગી વચ્ચે બુથ સંમેલન : થઈ શકે છે નવાજૂની ?

ઊંઝા : કાર્યકર્તાઓ માં છૂપી નારાજગી વચ્ચે બુથ સંમેલન : થઈ શકે છે નવાજૂની ?

ઊંઝામાં બુથ કાર્યકર્તા સન્માન સમારંભ યોજાશે

51468 મતો ની લીડ થી ધારાસભ્ય  કે કે પટેલ ની થઈ હતી જીત

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં  બૂથમાં 500 થી વધુ મત ની લીડ મેળવનાર બુથ કાર્યકર્તાઓનું થશે સન્માન

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નવનિર્મિત સરદાર પટેલ ટાઉનહોલ ખાતે આગામી 25 સપ્ટેમ્બર ના રોજ બુથ કાર્યકર્તાઓ નો સન્માન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.ત્યારે આ કાર્યક્રમમાં ઊંઝા વિધાનસભા વિસ્તારના બૂથમાં 500 કરતાં વધારે મતો ની લીડ મેળવનાર કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહેનાર છે.

 ઊંઝા વિધાનસભા વિસ્તાર એ ઉત્તર ગુજરાતની રાજનીતિનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. જોકે ઊંઝા શહેર અને વિધાનસભા વિસ્તારમાં ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે. તાજેતરમાં નગરપાલિકા ની અઢી વર્ષની પ્રમુખ પદની રેસને લઈને ભાજપનો આ આંતરિક વિગ્રહ સપાટી પર આવ્યો હતો અને ભાજપ એ માંડ માંડ સરકી જતી સત્તા બચાવી હતી. ત્યારે યોજાવા જઈ રહેલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવનાર હોઇ અસંતુષ્ટ કાર્યકર્તાઓ પ્રદેશ નેતાગીરી સામે પક્ષમાં ચાલી રહેલ આંતરિક વિખવાદને લઈને રજૂઆત કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

બીજી બાજુ વિધાનસભાના ધારાસભ્ય કે કે પટેલની કામગીરી પણ ખૂબ જ ધીમી અને નીરસ હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય દ્વારા લોકોના કામ ઝડપથી નહીં થતા હોવાની પણ બૂમરાડો ઉઠી રહી છે.ત્યારે સ્થાનિક કક્ષાએ પક્ષના આંતરિક ડખા અને વિસ્તારના વિકાસ કામોને લઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવે તેવી અનેક અટકળો ચાલી રહી છે.