મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

Mnf network : ઉપરરવાસમાં પડેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે ભરુચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લોકોનાં ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાવાના કારણે પાકને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું હતું. આ પૂરને કોંગ્રેસે માનવસર્જિત પુર તરીકે ગણાવ્યું હતું. ત્યારે હવે આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો 

રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રી રાઘવજી ભાઇ પટેલના પરામર્શમાં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8500 રૂપિયાની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આ ખરીફ ઋતુ 2023-24 ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ 8000 રૂપિયા પ્રમાણે મળીને કુલ રૂપિયા 25000 સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.