મહિલા સશક્તિકરણ થયું સાકાર : ઊંઝા નગરપાલિકાની વિવિધ કમિટીઓમાં મહિલાઓને મળ્યું મહત્વનું સ્થાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા નગરપાલિકામાં આજે પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. જોકે પાલિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કેટલીક કમિટીઓના ચેરમેન તરીકે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ અગાઉના અઢી વર્ષમાં વિવિધ કમિટીઓના ચેરમેન પદે રહી ચૂકેલા કેટલાક બહુ ચર્ચિત ચહેરાઓની બાદબાકી પણ કરવામાં આવી છે.
વિવિધ કમિટીઓના ચેરમેન ની યાદી
ટાઉન પ્લાનિંગ સમિતિ - મણીલાલ ભગવાનદાસ પટેલ
આરોગ્ય સમિતિ - જિતેન્દ્રકુમાર રાયચંદભાઈ પટેલ
કારોબારી સમિતિ - હિરેનકુમાર દશરથલાલ પટેલ
પાણી પુરવઠા સમિતિ - દિનેશભાઈ જોઈતારામ પટેલ
નાણાં સમિતિ - સુધાબેન દિનેશભાઈ પટેલ
કાયદા સમિતિ - મલયકુમાર ચેલાભાઈ ઓઝા
યુવા સાંસ્કૃતિક સમિતિ - કાજલબેન લવજીભાઈ પરમાર
બાંધકામ સમિતિ - સંદીપ વસંતલાલ પટેલ
ગુમાસ્તાધારા સમિતિ - રાકેશભાઈ રતિલાલ પ્રજાપતિ
ગટર સમિતિ - અંજનાબેન વિમલકુમાર પટેલ
જિમખાના સમિતિ - રાજેશકુમાર બાબુલાલ પટેલ
દીવાબત્તી સમિતિ - મંજુલાબેન પ્રવીણભાઈ પટેલ